જામનગર શહેરના પવનચકકી વિસ્તારમાં આવેલા પાવાવાડમાં રહેતાં યુવકના લગ્ન થયાના બે મહિનામાં છુટાછેડા થઈ જતાં મનમાં લાગી આવતા તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં પવનચકકી પાસેના પાવાવાડ વિસ્તારમાં રહેતાં અને મજૂરીકામ કરતા નિશિત જિતેશભાઇ ચૌહાણ (ઉ.વ.21) નામના યુવકના લગ્ન બે માસ અગાઉ થયા હતાં અને ટૂંકા લગ્નજીવન બાદ છૂટુ થઈ જતાં નિશિત ગુમસુમ અને ઉદાસ રહેતો હતો. આ બાબતનું મનમાં લાગી આવતા રવિવારે સાંજના સમયે તેના ઘરે પંખામાં ઓઢણી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકની માતા આશાબેન દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ.દાંતણિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.