Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરફોરેકસ કરન્સીમાં જંગી નફાની લાલચ આપી જામનગરના યુવાન સાથે લાખોની છેતરપિંડી

ફોરેકસ કરન્સીમાં જંગી નફાની લાલચ આપી જામનગરના યુવાન સાથે લાખોની છેતરપિંડી

- Advertisement -

જામનગર શહેરમાં રહેતાં ઉચ્ચ શિક્ષીત યુવાનને ફોરેક્સ કંપનીના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી ઓટો ટે્રડિંગ સીસ્ટમના નામે ઈન્વેસ્ટમેન્ટ કરી 4 થી 5 ટકા જેટલું માતબર રકમ મેળવવા માટે વિશ્ર્વાસમાં લઇ એકાઉન્ટમાં બોગસ નફો બતાવી યુવાન પાસેથી રૂા.9,19,125 ની રકમ ટ્રાન્સફર કરાવી પચાવી પાડયાના ગુનામાં જામનગર સાયબર ક્રાઈમની ટીમે સોમનાથના બે શખ્સોને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

ડીજીટલ યુગના આધુનિકરણની સાથે સાથે છેતરપિંડીના બનાવો પણ સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને નવતર કિમિયાઓ દ્વારા લોકોે સાથે છેતરપિંડી કરવામાં આવે છે. જેમાં ઉચ્ચ શિક્ષીત લોકો પણ આવી લાલચ વાળી સ્કિમમાં ભોળવાઈને આવા ઠગભગતોના ભોગ બનતા રહે છે તેઓ જ એક કિસ્સો જામનગર શહેરમાં બન્યો છે. જેમાં શહેરના ઉચ્ચ શિક્ષીત યુવાનને ફોરેકસ કંપનીના કર્મચારીની ખોટી ઓળખ આપી કંપની ઓટો ટે્રડિંગ સિસ્ટમમાં કામ કરે છે અને તેમાં ઈન્વેસ્ટ કરવાથી ચારથી પાંચ ટકા જેટલું માતબર વળતર આપવાની લાલચ આપી યુવાનનું એકાઉન્ટ ફોરેકસ કરન્સીમાં ખોલાવી યુવાનના બેંક એકાઉન્ટમાં કટકે કટકે બે વખત રૂા.9,19,125 ની રકમ ટ્રાન્સફર કરાવી પડાવી લીધી હતી. આ ઠગભગત ટોળકીએ યુવાનને લલચાવવા માટે ફેક એપ્લીકેશનમાં મોટો નફો બતાવી યુવાન પાસેથી પૈસા પડાવ્યા હતાં. આ ડીજીટલ છેતરપિંડીની જાણ થતા યુવાને જામનગર સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી વરૂણ વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી પી ઝા, પીએસઆઇ એ.આર. રાવલ, હેકો ભગીરથસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા, પો.કો. કલ્પેશ મૈયડ, એએસઆઈ ડી.જે. ભુસા, ચંપાબેન વાઘેલા, ધર્મેશ વનાણી, રાજેશ પરમાર, રાહુલ મકવાણા, જેસા ડાંગર, રંજનાબેન વાઘ, વિકી ઝાલા, પુજાબેન ધોળકિયા, ગીતાબેન હિરાણી, ચંદ્રિકાબેન ચાવડા, નીલમબેન સીસોદીયા, અલ્કાબેન કરમુર સહિતના સ્ટાફે આરોપીઓના મોબાઇલ લોેકેશનના આધારે વોચ રાખી બે ટીમ બનાવી હતી અને પરફેકટ લોકેશન મળતા જ સાઈબર ક્રાઈમે ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ વાડી વિસ્તારમાં રહેતા એઝાજ અબ્દુલ ચૌહાણ અને વેરાવળમાં રહેતાં ફૈઝાન મહમદહુશેન જમાદાર નામના બે શખ્સોને દબોચી લઇ પૂછપરછ હાથ ધરી હતી. આ ટોળકી દ્વારા ઈન્વેસ્ટરને બે થી ત્રણ વખત નફો બતાવી વિશ્ર્વાસમાં લઇ મોટીરકમ ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે લલચાવી છેતરપિંડી આચરતા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular