Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં વધુ ત્રણ માર્ગોને ગૌરવપથ તરીકે વિકસાવશે જામનગર

Video : જામનગરમાં વધુ ત્રણ માર્ગોને ગૌરવપથ તરીકે વિકસાવશે જામનગર

લાલપુર રોડ પર 13.95 કરોડના ખર્ચે સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવશે

- Advertisement -

જામનગર મહાપાલિકા શહેરના વધુ ત્રણ માર્ગને ગૌરવપથ તરીકે વિકસીત કરશે. આ અંગે રાજયના શહેરી વિકાસ વિભાગને વિધીવત રીતે દરખાસ્ત મોકલવામાં આવી છે. જેને સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 15 કરોડના જુદા-જુદા વિકાસ ખર્ચને મંજુરી આપવામા આવી છે.

- Advertisement -

ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામનગર મહાપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં જામનગર શહેરમાં હાલ ટાઉનહોલથી સાત રસ્તા સુધીના ગૌરવપથ ઉપરાંત પાયલોટ બંગલાથી કલેકટર ઓફિસ સુધી સાત રસ્તા સર્કલથી સુમેરકલબ રોડ અને પવનચકકીથી લાલપુર બાયપાસ સુધીના માર્ગને ગૌરવપથ તરીકે વિકસીત કરવા માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. જેને સમિતિ તરફથી સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

- Advertisement -

આ ઉપરાંત જુદી-જુદી શાખાઓમાં આગામી 31માર્ચ સુધી વહિવટી અને તાંત્રિક કામગીરી માટે આઉટસોર્સિંગ એજન્સી પાસેથી કામ લેવાનું મંજુર કરવામાં આવ્યુ હતું. જયારે જામ્યુકોના આરોગ્ય કેન્દ્રમાં મંજુર થયેલ જગ્યાઓની સીધી ભરતી સરકારની ગાઇડલાઇડ મુજબ કરવા પણ મંજૂરી આપવામાં આવી છે. નવા જનરલ બોર્ડમાં પાવર સપ્લાયના કામ માટે 6.41લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે. જયારે શહેરમાં રઝળતાં શ્ર્વાનનું ખસીકરણ કરવા માટે પણ સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. જામ્યુકોની મિલકતોના રક્ષણ માટે સિકયુરિટી એજન્સીની સેવા લેવા માટે 12.40 લાખનું ખર્ચ મંજુર કરવામા આવ્યું છે. જયારે લાલપુર રોડ પર પંપહાઉસ પાછળ સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે કુલ 13.95 કરોડનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે. આજની બેઠકમાં મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની, ઇન્ચાર્જ આસી. કમિશનર કોમલ પટેલ, ઇન્ચાર્જ આસી. ટેકસ જીગ્નેશ નિર્મળ તેમજ જુદા-જુદા વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular