Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરઆજે વિશ્વમાં છવાઇ જશે જામનગર

આજે વિશ્વમાં છવાઇ જશે જામનગર

વિશ્વની પરંપરાગત ચિકિત્સા પધ્ધતિ અને દવાઓની અસરકારકતા અંગે સંશોધન કરી માન્યતા આપશે જામનગરનું આ કેન્દ્ર : વિશ્વના 140 થી વધુ દેશો ઠઇંઘના આ કેન્દ્ર સાથે જોડાશે : પ્રધાનમંત્રી મોદી કરશે ખાતમૂહૂર્ત : મોરેશિયસના વડાપ્રધાન પ્રવીન્દ્ર જુગનાથ, ઠઇંઘના ડાયરેકટર જનરલ ટ્રેડોસ, રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત

- Advertisement -

આ પ્રસંગે ડબલ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવીન્દ જુગનાથ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. જામનગરના અતિથિ થનાર તમામ મહાનુભાવોનું જામનગરવાસીઓ અદકેરૂ સ્વાગત સન્માન કરશે. જામનગર ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાંથી આવનાર રાસ મંડળીઓ કાઠીયાવાડી લેહકા સાથે રાસની રમઝટ બોલાવશે. સુરેન્દ્રનગર, થાન, જૂનાગઢના બાટવા, પોરબંદર, ધ્રોલના લતીપર સહિતની 19 રાસ મંડળીના કલાકારો તેમની કૃતિ આગવા અંદાજમાં રજૂ કરશે.ઉપરાંત સીદસર, જામનગરના વિવિધ ગૃપ દ્વારા જામનગર ખાતે પધારનાર મહેમાનોના સ્વાગત માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે.

- Advertisement -

જામનગર-ગુજરાતને પરંપરાંગત ઔષધીઓ માટે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન સેન્ટર વિશેષ ગૌરવ અપાવશે. તેનો જામનગરવાસીઓને વિશેષ ઉત્સાહ છે.

- Advertisement -

વિશ્વમાં પરંપરાગત ચીકીત્સા પદ્ધતિઓ માટેનુ વૈશ્વિક કેન્દ્ર સાકાર થવાથી આયુર્વેદ વૈશ્વિક ફલક પર નવું સિમાચિન્હ અંકિત કરશે. તેમજ પરંપરાગત દવા સબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થય બાબતો પર નેતૃત્વ પુરૂ પાડશે.આ કેન્દ્રના માધ્યમથી પરંપરાગત દવાઓ, સામાજિક-સાંસ્કૃતિક અને જૈવ વિવિધતાનો વારસો વ્યાપક પણે વિતરીત થશે. જામનગરના આંગણે નિર્માણ થનાર આ કેન્દ્રથી સમગ્ર વિશ્વમાં આયુષ પ્રાણાલીઓને એક જ સ્થળે સ્થાન મળશે. તેમજ પરંપરાગત ઔષધને પ્રોત્સાહન મળશે અને ગુજરાત આયુષ ઔષધીનું મુખ્ય મથક બનશે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત ઔષધો માટે આ પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક દવાનું કેન્દ્ર જામનગરમાં સાકાર થવાથી અને વિશ્વસ્તરની સંસ્થાની સ્થાપનાથી ગુજરાત અને જામનગર ગૌરવવંતા થયા છે.

પરંપરગત દવાઓની ગુણવતા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંબંધ ખાત્રી થશે. ઉપરાંત ડેટા એકત્ર કરવાના વિશ્લેષણો અને અસરનુ મુલ્યાંકન કરવા માટે સબંધિત તકનિકી ક્ષેત્રો, સાધનો માટે ઉપયોગી થશે. આ સેન્ટર વિશિષ્ટ ક્ષમતા નિર્માણ અને તાલીમ કાર્યક્રમો વિકસાવવા પણ ઉપયોગી પુરવાર થશે. કેન્દ્ર તથા રાજય સરકારના મંત્રીઓની ઉપસ્થિતમાં યોજાનાર કાર્યક્રમના સુચારૂ આયોજન માટે તમામ તૈયારીઓને આયુષ વિભાગ, જામનગર તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુર્ણ કરવામાં આવી છે.

- Advertisement -

ઉલ્લેખનિય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આ નવા પ્રકલ્પના નિર્માણ થકી પરંપરાગત ચિકિત્સા સંદર્ભે વિશ્વના તમામ ક્ષેત્રોને જોડવામાં આવશે અને જેનો લાભ ભારત સહિત સમગ્ર વિશ્વને મળશે. તેમજ જામનગર જિલ્લો આ ક્ષેત્રમાં કેન્દ્ર સ્થાન તરીકે ઉભરી આવશે.

આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન ચાર મુખ્ય વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં સંશોધન અને શિક્ષણ, માહિતી અને પૃથ્થકરણ, સ્થિરતા અને સમાનતા તેમજ વૈશ્વિક આરોગ્ય સેવાઓમાં પરંપરાગત ચિકિત્સાના યોગદાનને શ્રેષ્ઠ બનાવવા માટે નવીનીકરણ અને ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવશે. તે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અને ઉત્પાદનો પર નીતિઓ અને ધોરણો માટે નક્કર આધાર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને વિશ્વભરના દેશોને તેમની આરોગ્ય પ્રણાલીમાં યોગ્ય રીતે સંકલિત કરવામાં મદદ કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular