આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઇ એસ.ટી. વિભાગ દ્વારા એકસ્ટ્રા બસ સંચાલન કરવાનું આયોજન કરાયું છે. એક જ રુટમાં 51 થી વધુ મુસાફરો ગ્રુપ બુકિંગ કરાવશે તો એકસ્ટ્રા બસની સુવિધા પણ એસટી નિગમ દ્વારા આપવા જાહેરાત કરાઇ છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-જામનગર દ્વારા આગામી દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને સમગ્ર ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં મુસાફરોને પોતાના વતન આવવા-જવા માટે તા. 21થી 31 ઓકટોબર સુધી એકસ્ટ્રા બસ સંચાલન કરવાનું આયોજન કર્યું છે. તા. 21થી 31 દરમિયાન ડેપો ખાતેથી મુસાફરોને એકસ્ટ્રા બસોમાં એડવાન્સ બુકિંગ કરાવી શકાશે. તેમજ એક જ ગ્રુપના 51થી વધુ મુસાફરો ગ્રુપ બુકિંગ કરાવશે તો એકસ્ટ્રા બસની સુવિધા એસ.ટી. નિગમ દ્વારા આપવામાં આવશે. આથી દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોને એસ.ટી. બસોની આ સેવાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.