કલ્યાણપુર પોલીસ સ્ટેશનના દારૂના કેસમાં નાસ્તા ફરતા આરોપીનેઓ જામનગર એસઓજીએ ઝડપી પાડી સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનને વધુ કાર્યવાહી માટે સોંપી આપ્યો હતો.
આ અંગેની વિગત મુજબ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી નિતેશ ભીખુભાઇ ખુટી ખોડિયાર કોલોનીમાં આવેલ ગુરૂકૃપા હોટલ પાસે હોવાની એસઓજીના શોભરાજસિંહ જાડેજા, રાજેશભાઇ મકવાણા તથા રવીભાઇ બુજડને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચના અને એસઓજીના પીઆઇ એસ.એસ.નિનામા તથા પીએસઆઇ આર.વી.વિછીના માર્ગદર્શન મુજબ એસઓજી સ્ટાફ દ્વારા આરોપી નિતેશ ભીખુભાઇ ખુટીને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો.