Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઆઝાદીનો અમૃત મહોત્સવ : એરફોર્સ દ્વારા આયોજિત આઝાદી મહાદોડમાં ઉત્સાહથી દોડયું જામનગર

આઝાદીનો અમૃત મહોત્સવ : એરફોર્સ દ્વારા આયોજિત આઝાદી મહાદોડમાં ઉત્સાહથી દોડયું જામનગર

- Advertisement -

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં આજે વાયુ સેના દ્વારા આઝાદી મહાદોડનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં લાખોટા લેક પરિસરથી સવારે આ મહાદોડને જામનગરના મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, એસ.પી. પ્રેમસુખ ડેલુ તેમજ એરફોર્સના ઉચ્ચ અધિકારીઓએ ફલેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. હાથમાં તિરંગા સાથે યોજાયેલી મિનિ મેરેથોન સમાન આ મહાદોડમાં શહેરની જુદી-જુદી શાળાઓના છાત્રો, એનસીસી કેડેટસ, વાયુસેનાના જવાનો, અધિકારીઓ, સ્થાનિક વહિવટીતંત્રના કર્મચારીઓ, અધિકારીઓ, કમિશનર, એસ.પી. સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉત્સાહપૂર્વક જોડાઇને દોડયા હતા. શહેરના મુખ્યમાર્ગો પર તિરંગા સાથે યોજાયેલી આ મહાદોડને કારણે શહેરના માર્ગો તિરંગાના રંગે રંગાઇ ગયા હતા. તેમજ શહેરીજનોમાં દેશભકિતનું જોશ વ્યાપી ગયો હતો.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular