જામનગર અર્ધ શત્રુંજયની ધરતી ધન્ય બની ગઇ છે. પ્રાચીન દેરાસરોમાં શોભા ફરી આવી ગઇ છે. ચાતુર્માસે પ્રથમવાર શાસન પ્રભાવક જંબુશ્ર્વીય માર્ગદર્શક પુ.ગુરૂદેવ આચાર્ય અશોક સાગર સુરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન વ્યવહારદક્ષ મધુરભાષી યુ.આ.દેવ શ્રી મતિચંદ્રસાગર સુરીશ્વરજી મહારાજ 40 વર્ષ બાદ જામનગરના સંતાન અશોકસાગરના શિષ્ય વ્યવહાર દક્ષના યશથી વિશ્વ શિષ્ટ પટેલ કોલોનીમાં પ્રવેશની તૈયારી ધમાકેદાર છે.
જામનગરના પનોતા પુત્ર વ્યવહારદક્ષ યુ.આ. દેવશ્રી મતિચંદ્રસાગર સુરીશ્વરજી મહારાજ દિક્ષા બાદ 40 વરસે જામનગરમાં પ્રથમવાર પદાર્પણ કરી ચાતુર્માસ કરી રહ્યા છે. આ તકે નુતન આરાધના ભવનનું ઉદઘાટન કરાયુ હતું. આ તકે વિશા શ્રીમાળી મુર્તિપૂજક જૈન સંઘનો ઉત્સાહ, ઉમંગ આનંદ ઉભરાઇ રહ્યો છે. ત્યારે યુ.આ.દેવશ્રી મતિચંદ્રસાગર સુરીશ્વરજી મહારાજ તથા યુ. મુનિરાજશ્રી શ્રૃતચંદ્રસાગરજી મ.સા. તથા પ.પુ.સા.શ્રી સુલસાશ્રીજી મ.સા.ના શિષ્યા તપસ્વીરત્ના પ.પુ.સા.શ્રી સુરક્ષાશ્રીજી મ.સા.પ.પુ.શ્રી તત્વરક્ષાશ્રીજી મ.સા. તથા પ.પુ.સા. શ્રી મુકિતરક્ષાશ્રીજી મ.સા. પધારી રહ્યા છે. અને ચાતુમાર્સિક સાધના, આરાધના, ઉપાસના કરાવશે. ત્યારે ગઇકાલે સવારે 8-30 કલાકે ડી.કે.વી. સર્કલથી સામૈયુ યોજાયુ હતું. જયારે બપોરે 3-00 કલાકે પંચ કલ્યાણક પુજા તેમજ પૂજ્ય સ્વામીજીનું માંગલિક પ્રવચન યોજાયુ હતું. આ તકે મોટી સંખ્યામાં શ્રાવકો અને શ્રાવીકાઓએ વાજતે ગાજતે સામૈયામાં જોડાયા હતાં.


