Sunday, January 12, 2025
Homeરાજ્યજામનગરઘરફોડ ચોરીના કેસમાં પાંચ વર્ષથી ફરાર આરોપીને ઝડપી લેતી જામનગર પેરોલ ફર્લો...

ઘરફોડ ચોરીના કેસમાં પાંચ વર્ષથી ફરાર આરોપીને ઝડપી લેતી જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડ

- Advertisement -

દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના કેસમાં છેલ્લાં પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડે ઉપલેટા તાલુકાના પાટણવાવ ગામેથી ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના કેસનો આરોપી શંકરપ્રતાપ તડવી છેલ્લાં પાંચ વર્ષથી નાસતો ફરતો હોય દરમિયાન હાલમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલ પાટણવાવ ગામની સીમ વાડી વિસ્તારમાં હોવાની જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડના ગોવિંદભાઈ ભરવાડ, સલીમભાઇ નોયડા, ભરતભાઈ ડાંગર તથા કાસમભાઈ બ્લોચને મળેલ માહિતીના આધારે બાતમી વાળી જગ્યાએ તપાસ હાથ ધરતાં આરોપી શંકરપ્રતાપ તડવીને ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે દેવગઢ બારીયા પોલીસ સ્ટેશને જાણ કરી જામનગર સીટી એ પોલીસને સોંપી આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular