આ બનાવ ની વિગત મુજબ એક જાગૃત નાગરીક તથા તેના મિત્ર પોતાની કાર લઈ જતા હતા તે દરમિયાન આ પીએસઆઇ રાઠોડે તેમની કાર રોકાવી બંને દારૂ પીધેલા છે તેવું જણાવી તેમના વિરુદ્ધ દારૂ પીવાનો કેસ કરી કાર કબજે કરવી પડશે તેવું જણાવેલ અને પીએસઆઇએ ફરિયાદી સહિત બે વ્યકિતને જો દારૂનો કેસ ના થવા દેવો હોય તો બંનેએ ૫૦-૫૦ હજાર રૂપિયા આપવા પડશે તેવું જણાવતા રકઝક ના અંતે બંનેના થઈ લાંચ પેટે કુલ રૂ.૫૦,૦૦૦/- ની માંગણી કરી હતી.
પરંતુ ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ના હોય જેથી એસીબીનો સંપર્ક કરતા ફરિયાદ આધારે લાંચનું છટકું ગોઠવી ઠેબા ચોકડીથી જામનગર તરફના માર્ગ પર પીએસઆઇ જે કે રાઠોડે ફરિયાદી પાસેથી રૂ.૫૦,૦૦૦ ની લાંચ ની રકમ લેતા રંગે હાથ ઝડપી લઇ રાજકોટ એસીબી મદદનીશ નિયામક એ.પી.જાડેજાની સૂચનાથી જામનગર પીઆઇ એ ડી પરમાર તથા સ્ટાફે પંચ કોષી એ ડિવિઝનના એડહોક પીએસઆઈ જે કે રાઠોડનો કોવીડ ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


