જામગર શહેરમાં પંચવટી વિસ્તારમાં રહેતી યુવતીએ રાજકોટમાં રહેતાં તેણીના પતિ અને સાસુ વિરૂધ્ધ લગ્ન જીવન દરમ્યાન શારીરિક અને માનસિક ત્રાસ આપી મારકૂટ કરતાં હોવાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના પંચવટી વિસ્તારમાં રહેતી પંકતી અશોકભાઇ કોઠારીએ સીટી-બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેના રાજકોટ ખાતે રહેતા પતી કાર્તિક ગીતાબેન મહેતા અને સાસુ ગીતાબેન વાડિલાલ મહેતા નામના બંન્ને વ્યકિતઓ યુવતીને તેણીના લગ્ન જીવન દરમ્યાન શારીરિક માનસિક ત્રાસ આપી ધાક-ધમકી આપતાં હતા. અને કરિયાવરમાં સોનાની માંગણી કરતાં હતાં. તેમજ યુવતીને અપશબ્દો બોલી ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકી હતી. ત્યારબાદ યુવતીના પરિવાર જન દ્વારા અનેક વખત સમજાવ્યા છતાં કાર્તિક અને તેની માતા દ્વારા કોઇ ગંભીરતા દાખવવામાં આવી ન હતી. જેથી યુવતીએ તેમનું સ્ત્રીધનની માંગણી કરી હતી. જે આપવાનો પતિ અને સાસુએ ઇન્કાર કરી દીધો હતો. બાદમાં યુવતી દ્વારા તેણીના વકીલ મારફત અનેક નોટીસો આપી છતાં પતિ અને સાસુ દ્વારા કોઇ જવાબ આપવામાં આવ્યો ન હતો.
ત્યારબાદ આખરે યુવતી દ્વારા આ અંગેની ફરિયાદ સીટી-બી ડીવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવતા તેની તપાસ મહિલા પેાલીસ સ્ટેશનના પીએસઆઇને સોંપવામાં આવી હતી. જેને સુરેન્દ્રનગર ખાતે ડીએલઆર કચેરીમાં અધિકારી તરીકે ફરજ બજાવતા કાર્તિકને અનેક નોટિસો આપવા છતાં હાજર ન થતાં રવિવારના તેઓ રાજકોટ ખાતેથી અટકાયત કરવામાં આવી હતી. અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.