જામનગર તાલુકાના સુવારડા ગામની સીમમાં ગત તારીખ 7/12/2021ના થાન્સીંગ બેગનિયાભાઈ બામણીયા ઉપર થયેલ જીવલેણ હુમલા બાદ સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થતા હત્યાની કલમનો ઉમેરો કરી આરોપીને જામનગર એલસીબીએ સામખીયાળી થી ઝડપી પાડી કાર્યવાહી હાથધરી હતી.
આ ઘટનાની માહિતી અનુસાર જામનગર તાલુકાના સુવારડા ગામની વાડીમાં થાન્સીંગ બેગનિયાભાઈ બામણીયા તા. 7/12/2021ના રાત્રીના સમયે ચણા ના વાવેતરમાં પાણી વાળતા હોય ત્યારે રાજેશભાઈ ઉર્ફે રાજુ લખમણભાઈ કારાભાઈ વાઘેલા એ થાન્સીંગ ઉપર હુમલો કર્યો હતો. જેમાં સારવાર દરમ્યાન થાન્સીંગનું મૃત્યુ થયું હતું. જેથી પોલીસદ્વારા હત્યાની કલમનો ઉમેરો કરી આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.
જિલ્લા પોલીસ વડા દિપેન ભદ્રનની સુચના મુજબ એલસીબીના પીઆઇ એસ.એસ.નિનામા દ્વારા આ ખુનના તથા ખુનની કોશીષના ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલીક પકડી પાડવા અંગે અસરકારક કાર્યવાહી કરવા સુચના હોય. જેથી એલ.સી.બી. પો.ઇન્સ. ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી આ ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી હતી.આ દરમ્યાન એલ.સી.બી. સ્ટાફ યશપાલસિંહ જાડેજા, હરદીપભાઇ ધાધલ તથા યોગરાજસિંહ રાણાને બાતમી મળેલ કે આ ગુનામાં રાજેશભાઇ ઉર્ફે રાજુ લખમણભાઇ કારાભાઇ વાધેલા (રહે. સામખીયાળી ગામ, નવજીવન હોટલ સામે, ઝુપડપટી જી.કચ્છ ભુજ) સંડોવાયેલ છે. જેથી મજકુર આરોપીની સામખીયાળી ખાતે જઇ તપાસ કરતા આ ગુનામાં સંડોવાયેલ આરોપી રાજેશભાઇ ઉર્ફે રાજુ લખમણભાઇ વાધેલા પોતાના રહેણાંક ઝુપડા માંથી મળી આવતા હસ્તગત કરી જામનગર ખાતે લઇ આવી આગળની કાર્યવાહી માટે પંચકોષી એ ડીવી પો.સ્ટે. ને સોપી આપેલ છે.
આ કાર્યવાહી પો.ઇન્સ. એસ.એસ.નિનામાની સુચના થી પો.સ.ઇ. આર.બી.ગોજીયા, પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી, કે.કે.ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ફીરોજભાઇ દલ, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, અશોકભાઇ સોલંકી, ખીમભાઇ ભોચીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વગેરે દ્રારા કરવામા આવી હતી.