જામનગર તાલુકાના મોટી બાણુગર ગામે વેપારીના કારખાનામાં ફરિયાદીને મોઢા ઉપર ચાદર દબાવી રૂા.39,000ની લુંટના કેસમાં જામનગર એલસીબીએ ત્રણ શખ્સોને ઝડપી લઇ જામનગર પંચ-એ પોલીસને સોંપી આપ્યા હતાં.
આ અંગેની વિગત મુજબ આજે રાત્રે અઢી વાગ્યાના અરસામાં મોટી બાણુગર ગામે આવેલ ભીમાણી સિમેન્ટ બ્લોક નામના કારખાનામાં ફરીયાદી રાકેશભાઇ કાંતિલાલ પટેલ કારખાનાની બહાર સુતા હતાં. ત્યારે રાત્રીના ત્રણ શખ્સો હાથમાં લાકડાંનો ધોકો તથા પથ્થર લઇ આવી ફરિયાદીને પકડી રાખી મોઢા ઉપર ચાદર દબાવી લઇ ફરિયાદીના ખિસ્સામાંથી રૂા.39,000ની રોકડની લુંટ ચલાવી નાશી ગયા હતાં. દરમ્યાન એલસીબીના ફિરોઝભાઇ ખફી, દોલતસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા તથા હરદિપભાઇ ધાધલને આ લુંટમાં સંડોવાયેલ ત્રણ આરોપીઓ જાબુંડા ગામના પાટીયા તરફથી અલિયાબાડા ગામ તરફ આવી રહ્યા હોવાની બાતમી મળી હતી.
જેના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના અને એલસીબીના પીઆઇ કે.જે.ભોયેના માર્ગદર્શન અનુસાર પીએસઆઈ આર.બી.ગોજિયા, સી.એમ.કાટેલીયા, એ.બી.ગંધા, કે.એચ.ભોચિયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર , અજયસિંહ ઝાલા, માડણભાઇ વસરા સહિતના સ્ટાફ દ્વારા અલિયા તથા બાડા ગામ પાસે વોચ ગોઠવી સદામ કાસમ પઠાણ, હમીદ હુસેન ગુમરા તથા અખતર ઇસ્માઇલ કમોરા નામના ત્રણ શખ્સોને રૂા.13,500ની રોકડ તથા રૂા.21,000ની કિંમતના સ્પેલ્ડર મોટરસાયકલ તથા બે નંગ મોબાઇલ નંગ સાથે ઝડપી લઇ પંચ-એ પોલીસને સોંપી આપ્યા હતાં.