જામનગર એલસીબી પોલીસે વિવિધ ગુનાઓમાં નાસતા-ફરતાં ત્રણ આરોપીઓને ઝડપી લઇ આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર સીટી-સી ડિવિઝનમાં નોંધાયેલ કેસનો આરોપી અક્રરમ ઉર્ફે અકો કાસમ જોખિયા નાસતો ફરતો હોય, આ દરમિયાન હાલમાં જામનગરના ધરારનગર-2 પાસે હોવાની એલસીબીના હેકો અરજણભાઇ કોડીયાતર, મયૂદ્ીન સૈયદ તથા પોકો કિશોરભાઇને મળેલ બાતમીના આધારે જામનગર એલસીબી પોલીસે ધરારનગર-2, સાતનાલા પુલ પાસે ગઢવી સમાજની વાડી પાસેથી આરોપી અકરમ ઉર્ફે અકો કાસમ જોખીયાને ઝડપી લઇ સીટી-સી પોલીસને સોંપી આપ્યો હતો.
આ ઉપરાંત જામનગર એલસીબી પોલીસે મેઘપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છ વર્ષ પૂર્વે ટ્રક ડ્રાઇવર દ્વારા મોટરસાયકલ ચાલક સાથે અકસ્માત કરી મોટર સાયકલ ચાલકનું મોત નિપજાવ્યાના કેસનો આરોપી ટ્રક ડ્રાઇવર મહેન્દ્રસિંગ પ્રતાપસિંગ મસાણી (ચૌહાણ) નામના શખ્સ ફરાર હોય, હાલમાં લાખાબાવળ પાસે હોવાની એલસીબીના સંજયસિંહ વાળા, કાસમભાઇ બ્લોચ, દિલીપભાઇ તલાવડીયા તથા હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે લાખાબાવળ બસ સ્ટેન્ડ પાસેથી આરોપી મહેન્દ્રસિંગ પ્રતાપસિંગ મસાણી (ચૌહાણ)ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર પંચ-બી ડિવિઝનમાં નોંધાયેલ દારુના કેસનો આરોપી આલા દાના ચાવડા એક વર્ષથી નાસતો-ફરતો હોય, હાલમાં લાલપુર બાયપાસ પાસે હોવાની એલસીબીના ધાનાભાઇ મોરી, વનરાજભાઇ મકવાણા તથા ક્રિપાલસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જામનગર એલસીબી પોલીસે લાલપુર બાયપાસ પાસે પુલના છેડે રોડ પરથી આરોપી આલા દાના ચાવડાને ઝડપી લઇ પંચ-બી બી પોલીસને સોંપી આપ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.