Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરતારાણા ગામમાં લૂંટ અને હત્યાનો બનાવ કેમ બન્યો ? શું કહે છે...

તારાણા ગામમાં લૂંટ અને હત્યાનો બનાવ કેમ બન્યો ? શું કહે છે પોલીસ અધિક્ષક ? – VIDEO

- Advertisement -

હત્યાના બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના તારાણા ગામમાં રહેતાં અને ખેતી કરતા ભૂપેન્દ્રસિંહ નિમુભા જાડેજા (ઉ.વ.40) નામના યુવાન ગત તા.17 ના મધ્યરાત્રિના સમયે તારાણા ગામથી આમરણ તરફ જતા ધોરીમાર્ગ પરથી પસાર થતા હતાં તે દરમિયાન બે અજાણ્યા શખ્સોએ કોઇ કારણસર ભૂપતસિંહ ઉપર તિક્ષ્ણ હથિયાર વડે આંખમાં તથા માથામાં તેમજ વાંસાના ભાગે અને શરીરે આડેધડ ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતાં યુવાન લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતાં. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ જગુભા ઉર્ફે જગતસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા પીએસઆઈ બી.એલ. ઝાલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

પોલીસના પ્રાથમિક તારણમાં અજાણ્યા હુમલાખોરો કદાચ ચોરી કરવાના ઈરાદે આવ્યા હોય અને ભૂપતસિંહે પડકાર્યા હોય. જેથી બંને શખ્સોએ યુવાન ઉપર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા નિપજાવી હોવાની દિશામાં તપાસ આરંભી હતી. દરમિયાન હત્યાના આરોપીઓ ધુવાવમાં ગુનાને અંજામ આપવા બાઇક લઇને ઉભા હોવાની એલસીબીના કાસમ બ્લોચ, ક્રિપાલસિંહ જાડેજા, મયુદ્દીન સૈયદ, કલ્પેશ મૈયડને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી ડીવાયએસપી આર.બી. દેવધાના માર્ગદર્શન હેઠળ પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.

- Advertisement -

દરમિયાન એલસીબીએ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધુવાવ ગામ પાસે હાઉસીંગ બોર્ડ નજીક બાઈક પાસે ઉભેલા અસલમ ફરીદ કકલ અને જતિન અશોક ભટ્ટી નામના બે શખ્સોને દબોચી લઇ તેમની તલાસી લેતા લૂંટ કરાયેલી રૂા.2200 ની રોકડ રકમ અને ગુનામાં ઉપયોગમાં લીધેલ જીજે-03-ડીજી-5308 નંબરની રૂા.20,000ની કિંમતની બાઈક અને રૂા.15,000 ની કિંમતના બે મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કરી બન્નેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા અસલમ અને જતિન ગત તા.18ની રાત્રિના સમયે તારાણા ગામ નજીક આવેલી મોમાઈ કૃપા ચા-પાનની હોટલની બારી તોડી દુકાનમાં પ્રવેશ કરતા ભૂપેન્દ્રસિંહ નિમુભા જાડેજા જાગી જતા તેણે તસ્કરોને પડકાર ફેંકતા બંને અસલમ અને જતિને તિક્ષ્ણ હથિયાર અને છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી તેના પાસે રહેલી રૂા.2200 ની રોકડની લૂંટ ચલાવી નાશી ગયા હતાં. ત્યારબાદ ઘવાયેલા ભૂપેન્દ્રસિંહને હોસ્પિટલ ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. એલસીબીએ બંને હત્યારાઓની પૂછપરછ કરતા તેમણે તારાણા ગામમાં લૂંટ સાથે મડર અને આ જ વર્ષમાં સિટી એ અને બી ડીવીઝનમાં આચરેલી બે લૂંટ તથા રાજકોટના સીટી એ ડીવીઝનમાં બાઈક ચોરી, આચરી હોવાની કેફિયત આપી હતી.

આ બંનેે આરોપીઓ પૈકીના અસલમ ફરીદ કકલ વિરૂધ્ધ જામનગરના સીટી સી ડીવીઝનમાં તથા રેલવે પોલીસ સ્ટેશનમાં તથા સીટી બી ડીવીઝનમાં એક ગુનો નોંધાયેલો છે. જ્યારે જતિન અશોક ભટ્ટી વિરૂધ્ધ સિટી બી ડીવીઝનમાં એક ગુનો નોંધાયેલો હોવાનું જાણવા મળે છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular