Monday, January 13, 2025
Homeરાજ્યજામનગરજામનગર જીઆઈડીસીના પ્રાદેશિક મેનેજરની ચેમ્બરમાં જ ધમકી!

જામનગર જીઆઈડીસીના પ્રાદેશિક મેનેજરની ચેમ્બરમાં જ ધમકી!

મિટિંગ મુલત્વી હોવા છતાં છ શખ્સોએ ચેમ્બરમાં અટકાવી અપશબ્દો કહ્યા : ફરજમાં રૂકાવટ કરી મારી નાખવાની ધમકી : પોલીસ દ્વારા છ શખ્સો સામે કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં આવેલી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ કચેરીના પ્રાદેશિક મેનેજરને તેની જ ઓફિસમાં ગેરકાયદેસર અટકાવી ફરજમાં રૂકાવટ કરી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા અને શંકરટેકરી વિસ્તારમાં આવેલી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ લિમિટેડ (જીઆઈડીસી) ની કચેરીમાં ઈન્ચાર્જ પ્રાદેશિક મેનેજર તરીકે ફરજ બજાવતા રાકેશભાઈ ચંદુભાઈ પટેલ નામના સરકારી અધિકારીને તેની ફરજમાં રૂકાવટ કરી કચેરીમાં જ બંધક બનાવવા અંગે જામનગરના દિનેશ શંકરલાલ કનખરા અને તેના પુત્ર ભવ્ય કનખરા, તેમજ ભાઈ પરેશ શંકરભાઈ કનખરા અને મોનિન્દરસિંગ પી. બજાજ તથા બે અજાણ્યા સહિતના છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં ઈન્ચાર્જ પ્રાદેશિક મેનેજર આર.સી. પટેલ જીઆઈડીસીની કચેરીમાં તેની ફરજ દરમિયાન ચેમ્બરમાં બેઠા હતાં ત્યારે દિનેશ કનખરા અને તેના પુત્ર સહિતના છ શખ્સોે પ્લોટની ફાળવણીના બહાને ચેમ્બરમાં ધસી આવ્યા હતાં અને તેઓએ બોલાવેલી મિટિંગમાં મુલત્વી રાખી હોવા છતાં પણ ગેરકાયદે મંડળી રચી અન્ય રજૂઆત કર્તાઓને ઉશ્કેરીને ઇન્ચાર્જ મેનેજરને ચેમ્બરમાં અટકાવી રાખ્યા હતાં અને ફરજમાં રૂકાવટ કરી હતી. અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગેની જાણના આધારે પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે છ શખ્સો વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ અને ધમકી આપ્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular