આમ આદમી પાર્ટી દ્વારા જામનગર જિલ્લામાં વિવિધ સેલના પ્રમુખ સહિત 22 હોદ્ેદારોની નિમણૂંક કરવામાં આવી છે. નવનિયુકત હોદ્ેદારોની શહેર – જિલ્લા પ્રમુખ સહિતના હોદ્ેદારોએ અભિનંદન પાઠવ્યા હતાં.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, મહામંત્રી મનોજ સોરઠીયા તથા સૌરાષ્ટ્ર પશ્ર્ચિમ ઝોનના પ્રમુખ જગમાલભાઈ વાળા દ્વારા લોકસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને જામનગર જિલ્લા સંગઠનમાં નવા 22 હોદ્ેદારોની નિમણૂંક કરવામાં આવી છે. જામનગર જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ અને શહેર પ્રમુખ કરશનભાઈ કરમુર તથા જામજોધપુર હેમંતભાઈ ખવા, જિલ્લા પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ દોંગા તથા જામનગર લોકસભા ઈન્ચાર્જ ભાવેશભાઈ ચભાડિયા, આશિષભાઈ કટારીયા દ્વારા આ તમામ નિમણૂંકોને આવકારવામાં આવી હતી અને તમામ સાથીઓને જવાબદારીઓ પ્રાપ્ત થવા બદલ અભિનંદન આપવામાં આવ્યાં હતાં.
જિલ્લા મહામંત્રી તરીકે કાનજીભાઈ બથવાર, જિલ્લા ઉપપ્રમુખ તરીકે જેરામભાઈ બુસા, વેલુભા જાડેજા, મુકેશભાઈ ખીમજીભાઈ હીરપરા તથા એઝાજ અબ્બાસભાઈ ખફી, જિલ્લા સહમંત્રી તરીકે વિરેન્દ્રસિંહ ચાવડા, હિરેનકુમાર ધમસાણિયા તથા રાજેન્દ્રભાઈ હારસોડા, જિલ્લા ખજાનચી તરીકે નીતિન મુંગરા, જિલ્લા પ્રવકતા અર્જૂનસિંહ સરવૈયા, જિલ્લા મહિલા પ્રમુખ કિરણબેન રામાણી, જિલ્લા લીગલ સેલ પ્રમુખ ગોવિંદભાઈ પટેલ, જિલ્લા શિક્ષક સેલ પ્રમુખ સાવનભાઈ દુધાગરા, જિલ્લા લઘુમતિ સેલ પ્રમુખ જાકીર ખીરા, જિલ્લા સોસ. મીડિયા સેલના પ્રમુખ વિશાલ કાનાણી, જિલ્લા ડોકટર સેલ પ્રમુખ ડો. જીગ્નેશ સોલંકી, જિલ્લા કિશાન સેલ પ્રમુખ ધનંજય સભાયા, જિલ્લા ઓબીસી સેલ પ્રમુખ કમલેશ ગઢવી, જિલ્લા એસ.સી.સેલ પ્રમુખ કાનાભાઈ પાંડાવદરા, જિલ્લા મીડિયા સેલ પ્રમુખ સંજય રાવલ, જિલ્લા માલધારી સેલ પ્રમુખ દેવરાજભાઈ છેલાણા, જિલ્લા ઉપપ્રમુખ પ્રવિણભાઈ ધારવીયાની નિમણૂંક કરાઇ છે. તેમ જામનગર જિલ્લા મીડિયા ઈન્ચાર્જ સંજયભાઈ રાવલની યાદીમાં જણાવાયું છે.