Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરની જી. જી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ

Video : જામનગરની જી. જી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના ફાયર શાખાના કંટ્રોલ વિભાગમાં આજે સવારે શહેરની જી.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ લાગી હોય તેવો ફાયર કંટ્રોલ રૂમને મેસેજ મળતા તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટર સાથેનો કાફલો જી.જી. હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને ત્યાં લાગેલી આગને બુજાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલરૂમ ખાતે મેસેજ મળ્યો હતો કે, આજે સવારે શહેરની જી.જી. હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં આગ લાગી હોય જે આગને ઓલવવા માટે જામનગર ફાયર શાખા નો કાફલો તાત્કાલિક ધોરણે શહેરની જી.જી. હોસ્પિટલે ખાતે ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. ફાયર વિભાગ દ્વારા કોવિડ વોર્ડમાં લાગેલી આગને ઓલવવાના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા. અંતે આ સમગ્ર કામગીરીને મોકડ્રીલ જાહેર કરી હતી. જે દરમિયાન જી.જી. હોસ્પિટલના સ્ટાફને તાત્કાલિક અસરથી લાગેલી આગને કાબુમાં કઈ રીતે લેવી તે સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગરના ચીફ ફાયર ઓફિસર કે.કે.બીશનોઈના માર્ગદર્શન મુજબ દર મહિને ફાયર શાખા દ્વારા આ રીતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે. આ સમગ્ર કામગીરી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈ.જ. પાંડિયનની રાહબરી હેઠળ ફાયર શાખાના સ્ટાફે કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular