જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરે ચંદ્રગઢ ગ્રામપંચાયતની મુલાકાત લઇ પંચાયતના રેકર્ડની ચકાસણી કરી હતી. જેમાં તેઓએ રેકર્ડની જાળવણી, રેવન્યુ રેકર્ડની ચકાસણી, વિવિધ ફાઈલોની જાળવણી, વેરા વસુલાતની કામગીરી, જન્મમરણ રજીસ્ટર, ભાડા પેટે આપેલ જમીનનું રજીસ્ટર વગેરે રજીસ્ટરની ચકાસણી કરી લગત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
કલેકટરએ ગામમાં જે ખેતરોમાં જમીન માપણીની કામગીરી ચાલી રહી છે ત્યાં સ્થળ મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કરી જમીન રી-સર્વેની કામગીરી અંગે જીણવટભરી માહિતી મેળવી હતી. તથા ખેડૂતો અને ગ્રામજનોની રજુઆતો સાંભળી અધિકારીઓને લોકોની રજૂઆતોનું હકારાત્મક નિરાકણ લાવવા જણાવ્યું હતું.
આ મુલાકાતમાં કલેકટર સાથે જામનગર શહેર પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર, ડીઆઈએલઆર અધિકારી કે.એન.ગઢિયા, લગત અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યાહતા.


