જામનગર શહેર ભાજપા દ્વારા આજરોજ વિભાજન વિભીષિકા દિવસ નિમિત્તે શહેરના લાખોટા તળાવ ખાતે ચિત્ર પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનીનો સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઈ કગથરા, ડે. મેયર તપન પરમાર,સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા સહિતના મહાનુભાવોના હસ્તે પ્રારંભ કરાયો હતો.
આ તકે શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, મેરામણભાઈ ભાટુ, કોર્પોરેટરો ગોપાલભાઈ સોરઠીયા, કેતનભાઈ નાખવા, ક્રિષ્નાબેન સોઢા, અરવિંદભાઈ સભાયા, કેશુભાઈ માડમ,ડીમ્પલબેન રાવલ, સરોજબેન વિરાણી,પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિન્ડોચા, પૂર્વમેયર દિનેશભાઈ પટેલ, ભાજપ અગ્રણી જીતુભાઈ લાલ, ભાવીશાબેન ધોળકિયાવગેરે ઉપસ્થિત રહ્યા હતા.