Monday, December 30, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય બીજી વખત લાંચ લેતા ઝડપાયા

જામનગર શહેર નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય બીજી વખત લાંચ લેતા ઝડપાયા

ફટાકડાના લાઇસન્સના અભિપ્રાય માટે 10 હજારની લાંચ ની માંગણી : ગોકુલનગર વિસ્તારમાંથી જામનગર ACBએ રંગે હાથ ઝડપી લીધા

- Advertisement -

હાલમાં ACB દ્વારા સતત લાંચ લેતા સરકારી કર્મચારીઓને પકડી પાડવામાં આવી રહ્યા છે. તેમાં વધુ એક ચકચાર જગાવતી વિગત આજે જામનગરમાં સામે આવી છે. જામનગરમાં ACBએ ફટાકડાના લાઇસન્સ માટે અભિપ્રાય આપવા માટે નાયબ મામલતદાર ને રૂપિયા 10 હજાર ની લાંચ લેતા ઝડપી પડ્યા છે.

- Advertisement -

બનાવની વિગત મુજબ એક જાગૃત નાગરિક દ્વારા ACBને માહિતી આપી હતી કે ફટાકડા ના લાઈસન્સ માટે અભિપ્રાય આપવા માટે લાંચ લેવામાં આવી રહી છે. ACB ટીમે ખાનગી રાહે માહિતી મેળવી હતી કે શહેર મામલતદાર કચેરીના કર્મચારીઓ ફટાકડાના લાઇસન્સ માટે 5 હજાર થી 10 હજાર સુધી લાંચ પેટે માંગણી કરી રહ્યા છે અને લાંચ ન આપવામાં આવે ત્યાં સુધી ફટાકડા વેચનાર વેપારીને લાઇસન્સ આપવામાં આવતું નથી. આ બાબત ધ્યાનમાં આવતા  રાજકોટ ACB મદદનીશ નિયામક એ.પી.જાડેજાના સુપરવિઝન હેઠળ જામનગર ACB પીઆઈ એ.ડી.પરમાર તથા સ્ટાફે છટકું ગોઠવી જાગૃત નાગરિકની મદદથી સીનીયર નાયબ મામલતદાર ચેતન વિનોદચંદ્ર ઉપાધ્યાય ને રૂપિયા 10 હજારની લાંચ લેતા ગોકુલનગર વિસ્તારમાંથી રંગે હાથે ઝડપી પાડ્યા હતા.

ઉલ્લેખનીય બાબત એ છે કે નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય અગાઉ પણ એક વાર લાંચ લેતા ઝડપાઈ ગયા હતા અને હાલ ચેતન ઉપાધ્યાય મેહસુલ કર્મચારી મંડળના પ્રમુખ તરીકે કાર્યરત છે.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular