જામનગર સીટી-એ પોલીસ દ્વારા શહેરના દિગ્વિજય પ્લોટ-58 વિસ્તારમાં અલગ-અલગ ત્રણ સ્થળોએથી 71 નંગ ઇંગ્લીશ દારૂની બોટલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર સીટી-એ દિગ્વિજય પ્લોટ ચોકીના પીએસઆઇ આર.કે.ગોસાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતાં. તે દરમ્યાન દિગ્વિજય પ્લોટ-58માં રહેતાં ચિરાગ વિજય કટારમલ નામના શખ્સના કબ્જા ભોગવટાની જીજે.10.સીબી.37 નંબરની એકસેસ માંથી રૂા.12,000ની કિંમતની 24 નંગ ઇંગ્લીશ દારૂની બોટલ સહિત કુલ રૂા.42,000ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત દિગ્વિજય-49માં રહેતો સાગર ઉર્ફે સાગરો હંસરાજ હુરબડા પાસેથી રૂા.11,500ની કિંમતની 23 નંગ ઇંગ્લીશ દારૂની બોટલ તથા રાજ જગદીશ લખીયર નામના શખ્સ પાસેથી રૂા.12,000ની કિંમતની 24 નંગ ઇંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપી લઇ ત્રણેય શખ્સો વિરૂધ્ધ અલગ-અલગ ગુના નોંધી કાર્યવાહી કરી હતી.