Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરના વેપારી સાથે મેરઠના વેપારી દ્વારા લાખોની છેતરપિંડી

જામનગરના વેપારી સાથે મેરઠના વેપારી દ્વારા લાખોની છેતરપિંડી

વર્ષ 2019-20માં 38.31 લાખનો માલ મંગાવ્યો : રૂા.23.72 લાખની ઉઘરાણી કરતા જામનગરના વેપારીને ધમકી : પોલીસ દ્વારા છેતરપિંડીનો ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરમાં ઓશવાળ કોલોનીમાં રહેતાં વેપારી યુવાન પાસેથી ઉત્તરપ્રદેશના મેરઠના બે શખ્સોએ 38 લાખનો માલ મંગાવી 23.72 લાખની રકમ પરત ન આપી છેતરપિંડી આચર્યાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

છેતરપિંડીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ઓશવાળ કોલોની શેરી નં.2 માં આવેલા કંચનમણી એપાર્ટમેન્ટમાં રહેતાં જ્યોતભાઈ ધીરજભાઈ ખીમસીયા નામના વેપારી યુવાનની ગો-મેકસ ઈન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાંથી ઉત્તરપ્રદેશના મેરઠમાં પ્રતાપપુર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેેટ વિભાગમાં આવેલી રીકો બેન્જર નામની પેઢીના માલિકો પ્રમોદ અગ્રવાલ અને અનિલ અગ્રવાલ નામના બે શખ્સોએ જામનગરના વેપારી પાસેથી વર્ષ 2019-20 દરમિયાન કુલ રૂા.38,31,018 ની કિંમતનો સામાન મંગાવ્યો હતો. આ રકમ પેટે મેરઠના વેપારીઓએ આશરે 15 લાખની રકમ ચૂકવી હતી જ્યારે બાકી રહેતી રૂા.23,72,615 ની રકમનું જામનગરના વેપારી દ્વારા અવાર-નવાર ઉઘરાણી કરવામાં આવતી હતી. તેમ છતાં મેરઠના વેપારી દ્વારા રકમ આપતા ન હતાં. દરમિયાન ઉઘરાણી કરતા જામનગરના વેપારીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ છેતરપિંડીના બનાવ અંગેની જ્યોતભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ વિશ્ર્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular