18 એપ્રિલ એટલે વિશ્વ ધરોહર દિવસ આજે વિશ્ર્વભરમાં ઐતિહાસિક વારસાને યાદ કરવાનો દિવસ છે. વાત કરીએ સૌરાષ્ટ્રના પેરિસ ગણાતાં જામનગરને તો જામનગર એક અદ્ભૂત ઐતિહાસિક વારસો ધરાવે છે.
જામનગરની શાન એટલે રણમલ તળાવ કે, ભૂજિયો કોઠો હોય, વિશ્ર્વનું એકમાત્ર હૈયાત સોલેરિયમ હોય. અંતિમ પડાવ એવું સોનાપુરી સ્મશાન, જાજરમાન ગેઇટ અને ટાવરો હોય કે, વિશ્ર્વ રેકોર્ડ સ્થાપનારૂં બાલા હનુમાન મંદિર, જામનગરના ઇતિહાસની વાત જ અનેરી છે. જામનગરમાં અનેક ઐતિહાસિક ઇમારતો હજૂ પણ હૈયાત છે. રાજાશાહીના અસ્ત પછી કાળક્રમે જર્જરીત થઇ રહેલા સરકાર હસ્તકની ઐતિહાસિક ઇમારતોને રી રિસ્ટોર કરી. આ વારસાને જીવંત રાખવાના પ્રયાસો સરાહનિય છે. હજૂ પણ ઘણી ઇમારતો અને ઐતિહાસિક સ્થળોને રિસ્ટોર કરવાની જરૂર છે. પૌરાણિક મંદિરોને તેના મુળ સ્વરૂપમાં લાવવામાં આવે તો એક સમયનું છોટીકાશી ફરી છોટીકાશી બની શકે તેમાં કોઇ શંકા નથી. પરંતુ આવા જાજરમાન ઐતિહાસિક વારસાના જતન માટે જામનગરવાસીઓને પણ જાગૃત થવાની જરૂર છે અને આપણા આ ઐતિહાસિક વારસાને નુકસાન ન થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ.