Wednesday, January 1, 2025
Homeરાજ્યજામનગરVideo : જામનગર ભાજપ દ્વારા વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે પ્રદર્શની ખુલ્લી...

Video : જામનગર ભાજપ દ્વારા વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે પ્રદર્શની ખુલ્લી મૂકાઇ

- Advertisement -

આજે તા. 14 ઓગસ્ટ એટલે કે, અખંડ ભારતના બે ભાગ પડયા ભારત અને પાકિસ્તાન અખંડ ભારતમાંથી બે દેશોનું વિભાજન થયું. આ દુ:ખદ ઘટનામાં શહિદ થયેલા શહિદોની સ્મૃતિમાં વિભાજન વિભિષીકા સ્મૃતિ દિવસ નિમિત્તે ભાજપ જામનગર દ્વરારા પ્રદર્શનીનું આયોજન કરાયું છે.

- Advertisement -

ભારતીય જનતા પાર્ટી-જામનગર મહાનગરપાલિકા દ્વારા 14 ઓગસ્ટના દિવસે અખંડ ભારતનું બે દેશોમાં વિભાજન થતાં ઘણા લોકો માઇગ્રેશનમાં ઘણાં લોકો શહિદ થયા હતાં. સરકારકી આકડા મુજબ 10 લાખથી વધુ લોકો શહિદ થયા હતાં. ત્યારે આ વિભાજનની વિભિષીકાની યાદીમાં તળાવની પાળ ગેઇટ નં. 2ની સામે આ દુ:ખદ ઘટના લોકોના સ્મરણમાંથી વિસરાઇ ન જાય તે માટે આજની યુવા પેઢીને આ ઘટનાના અમુક દ્રશ્યો માટે બે દિવસની પ્રદર્શનિ યોજવામાં આવી છે. જે આજરોજ ખુલ્લી મૂકવામાં આવી છે.

- Advertisement -

આ તકે જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશભાઇ અકબરી, ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ વિમલભાઇ કગથરા, મેયર બિનાબેન કોઠારી, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, મહામંત્રી મેરામણભાઇ ભાટુ, વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઇ બાંભમણીયા તેમજ દરેક વોર્ડના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular