જામનગર શહેરના ભાજપા અગ્રણી અને ઉદ્યોગપતિ તથા લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલનું ઓફિશિયલ ફેસબુક પેજ કોઇ હેકરો દ્વારા હેક કરવામાં આવ્યું છે અને આ પેઈજ પરથી જુદી જુદી પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. જેથી અગ્રણી ઉદ્યોગપતિ જીતુભાઈ લાલે જાહેર જનતા જોગ અપીલ કરી તેમના “Jitendra Lal (JITU LAL)’ નામના પેઈજ પરથી જે કોઇપણ માહિતી અત્યારે શેર કરવામાં આવી રહી છે તે મારી જાણ બહાર છે. માટે કોઇ ખોટી ગેરમાન્યતા જે કોઇની ગરીમાને ઠેસ પહોંચે તેવી પોસ્ટ જો આ પેઈજ પરથી શેર કરવામાં આવે તો તેના માટે હું જવાબદાર નથી અને આપના સહકારની આશા રાખું છું તેમ જણાવ્યું હતું.