Saturday, April 13, 2024
Homeરાજ્યજામનગરદિલ્હી ખાતે રાષ્ટ્રીય પરિષદમાં જામનગર ભાજપનો કાફલો જોડાયો

દિલ્હી ખાતે રાષ્ટ્રીય પરિષદમાં જામનગર ભાજપનો કાફલો જોડાયો

સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખિમસુર્યા સહિતના ઉપસ્થિત રહ્યાં

- Advertisement -

નવીદિલ્હી ખાતે ભાજપાની રાષ્ટ્રીય પરિષદ યોજાઇ હતી. જેમાં જામનગરથી સાંસદ, ધારાસભ્ય, શહેર પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં અને રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો હતો.

- Advertisement -

આગામી લોકસભા ચૂંટણીને લઇ રાજકીય પક્ષો દ્વારા તૈયારી શરુ કરી દેવામાં આવી છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે બે દિવસિય રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી ભાજપાના મંત્રીઓ, સાંસદો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. જેમને ચૂંટણીના અનુસંધાને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભાજપાની આ રાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપવા માટે જામનગર ભાજપનો કાફલો પણ નવીદિલ્હી ખાતે પહોંચ્યો હતો. જેમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદભાઇ ખિમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, જામનગર શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. આ રાષ્ટ્રીય પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ સહિતના ઉપસ્થિત રહી ચૂંટણીને ધ્યાને લઇ જવલંત વિજય મેળવવા સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular