Monday, December 30, 2024
Homeરાષ્ટ્રીયજામનગર-અમૃતસર એકસપ્રેસ-વે લગભગ તૈયાર

જામનગર-અમૃતસર એકસપ્રેસ-વે લગભગ તૈયાર

માત્ર 13 કલાકમાં પહોંચાશે અમૃતસર: ગુજરાતથી કાશ્મીર સુધીની યાત્રા સરળ: માલ પરિવહનને પણ લાભ

- Advertisement -

દેશમાં હાઈવે અને એકસપ્રેસ વેના નિર્માણનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. આવો જ એક એકસપ્રેસ વે પંજાબ અને ગુજરાત વચ્ચે બની રહ્યો છે. રણ વચ્ચેથી પસાર થનાર આ એકસપ્રેસ વે તૈયાર થઈ ગયા બાદ બન્ને રાજયો વચ્ચેની સફરનો સમય અડધો અડધ ઘટી જશે.નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડીયા (એનએચએઆઈ)ના અનુસાર પંજાબના અમૃતસરથી ગુજરાતના જામનગર વચ્ચે લગભગ 1316 કિલોમીટર લાંબો એકસપ્રેસ વે બનાવવામાં આવી રહ્યો છે. તેનું કામ લગભગ પુરું થઈ ગયું છે અને ઝડપથી તેને સર્વિસ માટે ખોલી દેવામાં આવશે. રણ અને હરિયાણાના રેતાળ ક્ષેત્રથી પસાર થતો આ એકસપ્રેસ વે તૈયાર થઈ ગયા બાદ માત્ર સામાન્ય જનને જ નહીં પણ માલના પરિવહન અને વેપારીઓને પણ ઘણો લાભ થશે.

- Advertisement -

આ એકસપ્રેસ વે નો લગભગ 500 કિલોમીટરનો ભાગ રાજસ્થાનમાં પડે છે. તે હનુમાનગઢ જિલ્લાના ઝાખડાવાલી ગામથી નીકળીને જાલૌરના ખેતલાવાસમાં પુરો થાય છે. આ ગ્રીન કોરીડોરને બનાવવામાં 11125 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ એકસપ્રેસ વે તૈયાર થઈ ગયા બાદ રાજસ્થાન, હરિયાણા, પંજાબના અનેક મોટા શહેરો વચ્ચે સફર સરળ થઈ જશે.

અમૃતસરથી જામનગર વચ્ચે હાલ લગભગ 1516 કિલોમીટરનું અંતર છે, જે એકસપ્રેસ વે બની ગયા બાદ 216 કિલોમીટર ઘટી જશે. આટલું જ નહીં, હાલ આ અંતરને પુરું કરવામાં 26 કલાક લાગે છે, એકસપ્રેસ વે બની ગયા બાદ આ સફરનો સમય ઘટીને 13 કલાક થઈ જશે. આ હાઈસ્પીડ કોરીડોર પર વાહન 100 કિલોમીટરની સ્પીડથી દોડી શકશે. અમૃતસર-જામનગર એકસપ્રેસ વે બનવાથી પંજાબ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતને સીધી રીતે તો ફાયદો થશે. સાથે સાથે દિલ્હી-અમૃતસર-કટરા એકસપ્રેસ વે સાથે પણ જોડવામાં આવશે. ત્યારબાદ દિલ્હી અને કાશ્મીર સુધી જવું પણ સરળ થઈ જશે. ગુજરાતથી ડાયરેકટ કાશ્મીર સુધી સડક માર્ગથી પહોંચવું સરળ થઈ જશે. આ એકસપ્રેસ વે તૈયાર થઈ ગયા બાદ ચાર મોટા રાજયો ઉપરાંત અમૃતસર, ભટિંડા, મોગા, હનુમાનગઢ, સુસગઢ, બીકાનેર, નાગોર, જોધપુર, બાડમેર અને જામનગર જેવા શહેરોને ફાયદો થશે. આ એકસપ્રેસ વે ના રસ્તામાં 5 રેલવે ઓવરબ્રીજ, 20 નદી ઓવર બ્રીજ, 26 ઈન્ટરચેન્જીસ, 55 અન્ડરપાસ અને 311 નાના અન્ડર પાસ બન્યા છે. આ સિવાય દર 20થી30 કિલોમીટરે કાર ચાર્જીંગ સ્ટેશન પણ લગાવાયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular