Friday, December 6, 2024
Homeરાજ્યહાલારનાના ભાઈની આત્મહત્યા બાદ મોટાભાઈએ પણ આત્મહત્યા કરી

નાના ભાઈની આત્મહત્યા બાદ મોટાભાઈએ પણ આત્મહત્યા કરી

જામજોધપુરમાં વેપારી પ્રૌઢે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી: ચાર માસ પહેલાં નાના ભાઈની આત્મહત્યા બાદ પરિવારની ચિંતાનું લાગી આવ્યું : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ

- Advertisement -

જામજોધપુરમાં સ્ટેશન પ્લોટ વિસ્તારમાં વેપારી પ્રૌઢે તેના નાના ભાઇના મોત બાદ પરિવારની ચિંતામાં મનમાં લાગી આવતા તેના ઘરે ચાદર વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામજોધપુરમાં સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા જયેશભાઈ ચંદુલાલ ખાંટ (ઉ.વ.52) નામના વેપારી પ્રૌઢના નાના ભાઈએ ચાર માસ અગાઉ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. નાનાભાઈની આત્મહત્યા બાદ પરિવારની ચિંતામાં રહેતાં અને આ બાબતનું મનમાં લાગી આવતા પ્રૌઢ વેપારીએ બુધવારે સાંજના સમયે તેના ઘરે પંખાના હૂંકમાં ચાદર વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે હિરેનકુમાર દ્વારા જાણ કરાતા હેકો એસ.આર. પરમાર તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરથી વેપારી પ્રૌઢના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular