જામજોધપુરમાં તાલુકા પંચાયતની 5ાછળના વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા એક વકીલ સહિત ચાર શખ્સોને પોલીસે રૂા.3510 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરના સોલેરિયમ પાસેના વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ મહિલાઓને પોલીસે રૂા.13700 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના સિધ્ધાર્થનગર વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમતા ચાર મહિલા સહિત સાત શખ્સોને રૂા.2610 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના મોહનનગર આવાસ પાસેથી બે શખ્સોને રૂા.1800 ની રોકડ સાથે ચલણી નોટો પર જૂગાર રમતા દબોચી લીધા હતાંં.
જૂગારદરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામજોધપુર તાલુકા પંચાયતની પાછળના વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન નયન ભાવિન જાદવ,વકીલ જયેશ ઉર્ફે મુન્નો જમનાદાસ ગોંડલિયા, રાજેશ ઉર્ફે રઘો ગીરધર કાંજિયા, અમિત ભગવાનજી વરાણિયા નામના ચાર શખ્સોને રૂા.3510 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ નોટિસ આપી મુકત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના સોલેરિયમ પાસેના વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ મહિલાઓને પોલીસે રૂા.13700 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગરના સિધ્ધાર્થનગર વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમતા હસમુખ ધના બગડા, સુરેશ રાજેશ ખરા, વિનોદ લાલજી પરમાર અને ચાર મહિલા સહિત સાત શખ્સોને રૂા.2610 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગરના મોહનનગર આવાસ પાસે ચલણી નોટો ઉપર એકીબેકીના આંકડા લખી પૈસાની હાર-જીત કરતા કુલદીપ પ્રફુલ્લ કુંભારાણા, નજીર બોદુ જોખીયા નામના બે શખ્સોને પોલીસે રૂા.1800ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
જામજોધપુરમાં વકીલ સહિત ચાર શખ્સો જૂગારદરોડામાં ઝડપાયા
જામનગરમાંથી તીનપતિ રમતા છ મહિલા ઝડપાઇ: જામનગરમાંથી જૂગાર રમતા ચાર મહિલા સહિત સાત શખ્સ ઝબ્બે : મોહનગનરમાંથી એકી-બેકીનો જૂગાર રમતા બે શખ્સ ઝડપાયા