ગોંડલ સંપ્રદાયના આચાર્ય પૂ. જશાજી સ્વામીના પાટાનુપાટ બિરાજીત પૂ. શ્રી ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તી સ્વ. પૂ. લાભુબાઈ મ.સ. ના સુશિષ્યા મધુરવક્તા બા.બ્ર.પૂ. પ્રફુલાબાઈ મહાસતીજી ૮૫ વર્ષની વયે ૫૯ વર્ષના દીક્ષા પર્યાય સહિત શ્રી જશ-પ્રેમ-ધીર સંકુલ, કામદાર ઉપાશ્રયે સંવત્સરીના મહાનદિને સવારે ૯:૧૫ કલાકે સમાધિભાવે કાળધર્મ પામ્યા છે. બપોરે ૧:૩૧ કલાકે પાલખી યાત્રા વૈશાલીનગરથી નીકળી હતી.
રજનીભાઈ બાવીસીના જણાવ્યાનુસાર ભાણવડના ત્રિભોવનભાઈ કરશનજી શેઠ અને મણીબેનના ગૃહાંગણે જન્મ ધારણ કરનાર પ્રફુલાબેને વિ.સં. ૨૦૨૦, મહાવદ-૩ ના પારસમૈયા પૂ. રંભાબાઈ મહાસતીજીના પરિવારમાં પૂ. કાંતિઋષિજી મ.સા. ના હસ્તે ભાગવતી દીક્ષા અંગીકાર કરી સૌરાષ્ટ્રના વિવિધ ક્ષેત્રમાં વિચરણ કરી હતી.