Sunday, December 22, 2024
Homeરાજ્યમહાતપસ્વી વિસુધ્ધિજી મહાસતીજીના 285 ઉપવાસના પારણા મહોત્સવ યોજાયો

મહાતપસ્વી વિસુધ્ધિજી મહાસતીજીના 285 ઉપવાસના પારણા મહોત્સવ યોજાયો

જુનાગઢમાં ગિરનાર તળેટી પારસધામ સંકુલ ખાતે આયોજન : 50 હજાર ભાવિકો માટે નવકારશી ભોજન

- Advertisement -

જુનાગઢના આંગણે ગિરનાર તળેટી ખાતે આવેલ પારસધામમાં હજારો શ્રાવકો જૈન સાધ્વિજીના પારણા મહોત્સવના સાક્ષી બનશે. 18 મહિનાથી મુક્તાવલી મહાતપ ઉપવાસ કરનાર સૌથી નાની વયના 22 વર્ષિય મહાતપસ્વી મહાસતીજી આજરોજ 285 ઉપવાસ સાથે પરિપૂર્ણ કરીને નવો કિર્તીમાન સર્જશે.

- Advertisement -

જૈન ધર્મગુરુ રાષ્ટ્રસંત ગુરૂદેવ નમ્રમુનિ મહારાજના શિષ્યા અને ગોંડલના મહાતપસ્વી વિસુધ્ધિ મહાસતીજી સાધ્વી માત્ર 22 વર્ષની વયે સૌથી ઉગ્ર ગણાતા મુક્તાવલી મહાતપની મક્કમ મનોબળે આરાધના કરી રહ્યા છે. દોઢ વર્ષ અને 285 ઉપવાસ અંતિમ ચરણ અંતર્ગત આજરોજ મુક્તાવલી તપની પૂર્ણાહુતિ અવસરે જુનાગઢના ગિરનાર તળેટી ખાતે આવેલ પારસધામમાં પારણાનું આયોજન કરવામાં આવ્યું છે. સમયાંતરે જ આહાર બાકીના દિવસોમાં માત્ર ગરમ પાણી જ અને એ પણ સૂર્યાસ્ત બાદ તો નહીં જ આવા કઠિન ઉપવાસ પૂર્ણતા તરફ છે. ત્યારે સ્થાનકવાસી જૈન સમાજના ઇતિહાસમાં ભારતભરમાં પ્રથમવાર સૌથી નાની ઉંમરે અતિઉગ્ર અને કઠિન ગણાતાં મુક્તાવલી મહાતપના 285 ઉપવાસ સાથે રાષ્ટ્રીય સંત જૈનમુનિ મહારાજ તથા ગિરનાર મંડળના સંતો-મહંતો અને શ્રાવકોની ઉપસ્થિતિમાં પારણા યોજાયા હતાં. અનેક સમાજના લોકો ઉપસ્થિત રહી જૈન સાધ્વીજીના પારણા કરાવ્યા હતાં. આ ઉપરાંત ચાર્તુમાસ બિરાજમાન ભવિતાબાઇ મહાસતીજી તથા જયણાબાઇ મહાસતીજીના 25 ઉપવાસના પારણાનો પણ સંયોગ સર્જાયો હતો. આ તકે તમામ ભાવિકો માટે નવકારશી ભોજનનું આયોજન કરાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular