જામનગરમાં કામદાર કોલોની સંઘના આંગણે વ્રજસેન વિજયજી મહારાજની નિશ્રામાં આચાર્ય મનોહરસુરજી મ.સા. અને આચાર્યા હેમપ્રભસુરીજી મ.સા. દ્વારા નવનિર્મિત જીનાલય મધ્યે ઋષભદેવ પરમાત્મા તથા ગુરૂપાદુકાની અંજનશલાકા પ્રતિષ્ઠા ઉત્સવનો પ્રારંભ તા.22થી થયો છે. જે આગામી તા. 29ના પૂર્ણ થશે. આ મહોત્સવ અંતર્ગત ગુરૂવારે દિક્ષા કલ્યાણકારનો વરઘોડો કામદાર કોલોની ખાતેથી નિકળ્યો હતો. જેના ભાગરૂપે આજરોજ ઓશવાળ સેન્ટર ખાતે સમસ્ત જૈન સમાજની નવનાતમાં વિશાશ્રીમાળી જ્ઞાતિ, વિશા ઓશવાળ જ્ઞાતિ, હાલારી વિશા ઓશવાળ સમાજ, સ્થાનકવાસી સમાજ, દિગમ્બર સમાજ, મોઢ વણિક સમાજ, પોરવાળ સમાજ, સોરઠીયા કંદોઇ સમાજ, ખત્રી સમાજ તથા પૂજ્ય પ્રત્યેક ભક્તિ બહુમાન ધરાવતાં તેમજ દેશ-પરદેશ અને ગામો સંઘમાંથી પધારેલા મહેમાનોનું ગુરૂભક્ત પરિવાર દ્વારા સ્વામી વાત્સલ્ય યોજાયું હતું.


