જુવેનાઇલ ડાયાબીટીસના બાળ દર્દીઓ માટે રોગને સંપૂર્ણપણે નાબુદ કરવો શક્ય નથી પરંતુ ઇન્સ્યૂલીનના ઇન્જેકશનની માત્રામાં ઘટાડો શક્ય છે. જેથી જીવનની ગુણવત્તામાં વધારો થાય છે. ત્યારે જામનગર સ્થિત ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટિચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (આઇટીઆરએ) દ્વારા યુજી હોસ્પિટલ ખાતે બાળદર્દીઓ માટે નિ:શૂલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળદર્દીઓ ઉપસ્થિત રહી આ નિ:શૂલ્ક નિદાન કેમ્પનો લાભ લીધો હતો.