રાજ્યમાં શિપીંગના વ્યવસા્ય સાથે સંકળાયેલી પેઢીઓ પર આવકવેરા વિભાગના દરોડાનો દોર ભાવનગર, કંડલા બાદ જામનગરમાં પણ પહોંચ્યો છે. જામનગરમાં હાપા વિસ્તારમાં આવેલી ઇનાયત મુશા એન્ડ કાું. ની ફેકટરી અને ગોડાઉન પર તેમજ વાલ્કેશ્વરી નગરીમાં આવેલા પેઢીના માલિકના નિવાસસ્થાન પર ગત રાત્રિથી આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. ઇનાયત મુશા એન્ડ કાુ. જામનગરમાં શિપના જુદા-જુદા સ્પેરપાર્ટસ બનાવે છે. તેમજ આ સ્પેરપાર્ટસનું એકસપોર્ટ પણ કરતી હોવાનું જાણવા મળ્યું છે. દરમ્યાન ચોકકસ માહિતીના આધારે આવકવેરા વિભાગ દ્વારા છેલ્લા 2-3 દિવસથી રાજયના જુદા-જુદા વિસ્તારોમાં તપાસની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગરમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. પેઢીની ફેકટરી તેમજ નિવાસસ્થાને ગત રાત્રિએ આવકવેરા વિભાગના અધિકારીઓની ટુકડી પહોંચી ગઇ હતી. સાથે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.આવકવેરા વિભાગે પેઢીના આવક-જાવકના હિસાબો તેમજ અન્ય નાણાંકિય વ્યવહારોના દસ્તાવેજોની ચકાસણી કરી હતી.
આઇટી દરોડાનો દોર જામનગર સુધી પહોંચ્યો
શિપના સ્પેરપાર્ટસ બનાવતી પેઢી પર આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન