Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં ઠંડી વધુ છે કે ઓછી ? માપવાની પધ્ધતિ

Video : જામનગરમાં ઠંડી વધુ છે કે ઓછી ? માપવાની પધ્ધતિ

- Advertisement -

જામનગરમાં હવામાનના આંકડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢની શાખા દ્વારા આપવામાં આવે છે. મેક્સિમમ અને મિનિમમ તાપમાન તથા પવનની ગતિ અને ભેજનું પ્રમાણ માપવામાં આવે છે. ત્યારે જામનગરમાં મેન્યુઅલી અને ઓટોમેટિક એમ બે પ્રકારે તાપમાન માપવામાં આવે છે.

- Advertisement -

ઓટોમેટિક પદ્ધતિમાં સેન્સર દ્વારા મપાઈ છે જે દર 15 મિનિટના ડેટાનો સંગ્રહ કરે છે જ્યારે મેન્યુઅલીમાં સવારે સવારે 8:30 વાગ્યે અને બપોરે 2:30 એમ બે વખત ડેટાનું કાઉન્ટ થાય છે અને તેમા પાછળના દિવસનું ડેટાનું કાઉન્ટ થાય છે. ત્યારે આધુનિક હવામાન વેદ્યશાળામાં વપરાતા સાધનો અને તેના ઉપયોગો વિશે જાણીએ.

- Advertisement -

વાતાવરણમાં થતા ફેરફારોના કરણે ખેતીના જુદા જદા પાકોના વિકાસ અને ઉત્પાદન પર અસર પડે છે. આબોહવા, ઉત્પાદન તથા હવામાન વચ્ચેના સબંધો જાણવા હવામાનનાં જુદા જુદા પરિબળોના અવલોકનોની ખાસ જરૂરીયાત રહે છે. જેના દ્વારા પાક અને હવામાન વચ્ચેનો સબંધ જાણી શકાય છે.

દિવસ દરમ્યાન ઉચ્ચત્તમ ગરમી માપન કરવા માટે મહત્તમ થર્મોમીટર વપરાય છે. આ પ્રકારના થર્મોમીટરમાં કાચની સાંકડી નળીમાં પારો ભરેલો હોય છે. જેમ ગરમી વધે તેમ આ પારો કાચની સાંકડી નળીમાં ગરમ થઈને આગળ વધે છે અને દિવસ દરમ્યાન સૌથી વધુ તાપમાને પારો અટકી જશે. જેથી 24 કલાકનું મહત્તમ તાપમાન માપી શકાય છે. એજ રીતે લઘુતમ થર્મોમીટરમાં આલ્કોહોલ ભરેલો હોય છે, આથી જેમ તાપમાન નીચુ જાય તેમ નળીમાં ભરેલો સ્પીરીટ આલ્કોહોલ સંકોચાય છે, અને ડાબી બાજુએ ગતી કરે છે એટલે કે જેમ તાપમાન નીચુ જાય તેમ આ સ્પીરીટ નળીમાં નીચેની બાજુ ધકેલાય અને દિવસ દરમ્યાન નીચામાં નીચા તાપમાને તે સ્થિર થાય છે. આ થર્મોમીટરની રેન્જ -40ઓસે. શ્રી 150 સે. સુધીની હોય છે. આથી આવી પ્રક્રિયાના કારણે ન્યુન..ત્તમ તાપમાન માપી શકાય છે.

- Advertisement -

આ થર્મોમીટરને સ્ટીવેન્સન સ્ક્રીનમાં જ ડાબી તરફ ઉભું ગોઠવવામાં આવે છે જેના કારણે જે તે સમયને હવાનું તાપમાન જાણી શકાય છે. વધુમાં વેટ બલ્બ થર્મોમીટર ગોળાની ફરતે ખાસ પ્રકારન મલસીન કાપડ વીંટાળવામાં આવે છે અને તેને ખાસ પ્રકારની દોરી વડે બાંધી તેનો એક છેડો નીચે નિસ્યંદિત પાણીની ભરેલી બોટલમાં રાખવામાં આવે છે. જેનાથી આ દોરા મારફત પાણી ઉપર ચડશે અને થર્મોમીટરના નીચેના ગોળા (બલ્બ) કે જેની ફરતે મલસીન કાપડું વીંટાળેલ હોય છે તેને ભીંજવી રાખો અને આના કારણે થર્મોમીટર તાપમાન ઓછું બતાવશે. આમ ભીંજાયેલા અને રાષ્ટ્ર ગોળાના થમોમીટરના અવલોકનોના આધારે ઝાકળબિંદુ તાપમાન, હવામાં ભેજના ટકા તથા બાષ્પદબાણ નક્કી કરી શકાય છે.
વિન્ડ વેનથી પવનની દીશા જાણી શકાય છે. જેમાં આઠ સળીયા જડેલા હોય છે જે ચાર દિશા અને ચાર ખુણા દર્શાવે છે. આ સાધનનો અણીવાળો ભાગ જે દિશા તરફ હોય તે દિશામાંથી પવન આવતો હોય.પવન ગતી માપક સાધનની મદદથી પવનની ઝડપ કેટલી છે તે માપી શકાય છે. આ સાધનની ગોઠવણી જમીનથી 10 ફુટ ઉંચાઈએ કરવામાં આવે છે.વધુમાં સૂર્ય પ્રકાશ માપક યંત્ર સાધન સૂર્યની પ્રકાશિતતાનો સમય માપવા માટે ખૂબજ ઉપયોગી છે. આ સાધનથી દિવસ દરમ્યાન સર્વે કેટલા કલાક પ્રકાશિત રહેલ છે તે જાણી શકાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular