Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરવડાપ્રધાન જામનગરમાં આગમન પૂર્વે લોખંડી બંદોબસ્ત, રિહર્સલ - VIDEO

વડાપ્રધાન જામનગરમાં આગમન પૂર્વે લોખંડી બંદોબસ્ત, રિહર્સલ – VIDEO

જામસાહેબને જન્મદિવસની પ્રત્યક્ષ શુભેચ્છા પાઠવશે મોદી...

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરી એકવાર જામનગરની મુલાકાતે આવી રહયા છે. તેમના સૌરાષ્ટ્રના 3 દિવસના પ્રવાસની શરૂઆત તેઓ જામનગરથી કરી રહયા છે. આજે સાંજે જામનગર એરપોર્ટ પર આગમન થયા બાદ પ્રધાનમંત્રી સીધા જ જામસાહેબને પાયલોટ બંગલા સ્થિત નિવાસસ્થાને જશે. દેશી તિથી મુજબ આજે જામસાહેબ શત્રુશલ્યસિંહજીનો જન્મદિવસ હોય પ્રધાનમંત્રી તેમને રૂબરૂ મળીને જન્મદિવસની શુભેચ્છા પાઠવશે. ત્યારબાદ પ્રધાનમંત્રી સરકીટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયારે પણ જામનગરની મુલાકાતે આવે છે ત્યારે તેઓ અચૂક જામસાહેબની શુભેચ્છા મુલાકાત લ્યે છે. આ અગાઉ પણ તેમની જામનગર મુલાકાત દરમ્યાન તેમણે જામસાહેબને મળીને તેમની તબિયતના હાલચાલ પૂછયા હતા.

ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે તે દરમિયાન આજે સાંજે જામનગરમાં આવશે અને સાંજે જામસાહેબ શત્રુશલ્યસિંહજીના જન્મદિવસે શુભેચ્છા પાઠવી રાત્રિન સર્કિટ હાઉસના રોકાણ કર્યા બાદ સવારે રિલાયન્સ જવા રવાના થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે કલેકટર કેતન ઠકકર, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના નેજા હેઠળ શહેર અને જિલ્લામાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને વડાપ્રધાનન આગમન પૂર્વે જ આજે બપોરે 4 વાગ્યાથી લાલબંગાલથી મોટી ખાવડી તરફનો માર્ગ સલમતીના ભાગરૂપે બંધ રાખવામાં અવ્યો છે. જ્યારે તંત્ર દ્વારા વડાપ્રધનના આગમન પૂર્વે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ઉપરાંત લાલ બંગલા સર્કલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ દ્વારા સર્કિટ હાઉસની બોમ્બ સ્કવોર્ડ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. તેમજ વડાપ્રધાનના આગમન પૂર્વે કોનવે રિહર્સલ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન આજે સાંજે 7 વાગ્યે જામનગરમાં આવવાની શકયતા છે અને એરપોર્ટથી લાલ બંગલા સર્કલ સુધી રોડ શો યોજે તેવી શકયતઓ રહેલી છે. તંત્રએ વડાપ્રધાનના કાર્યક્રમને લઇને રસ્તા સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત બનાવી દીધી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular