Tuesday, January 14, 2025
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં વરસાદનો વિરામ

જામનગર જિલ્લામાં વરસાદનો વિરામ

છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં વરસ્યો અનરાધાર : જોડિયા-ધ્રોલ 4 ઇંચ, કાલાવડ 2.5ઇંચ, લાલપુર 2 ઇંચ, જામવંથલીમાં આભ ફાટયું 13 ઇંચ, મોટી બાણુંગાર 13 ઇંચ, અલિયાબાડા 12 ઇંચ, મોટી ભલસાણ 11 ઇંચ, જાલિયાદેવાણી 5 ઇંચ, સમાણા-ધ્રાફા 6 ઇંચ વરસાદથી તરબોળ : 4 જળાશયો ઓવરફલો, રંગમતિ જળાશયના બે દરવાજા ખોલાયા

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન મેઘતાંડવ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 24 કલાક દરમ્યાન જિલ્લામાં સાર્વત્રિક 1 થી 13 ઇંચ જેવો વરસાદ વરસ્યો છે. જામનગર શહેરમાં માત્ર 18 કલાકમાં 13 ઇંચથી વધુ પાણી વરસી ગયું હતું. ભારે વરસાદને પગલે જામનગરના પાણીના મુખ્ય સ્ત્રોત એવો રણજીતસાગર ડેમ છલકાઇ ગયો છે.

- Advertisement -

જયારે શહેરની મધ્યમાં આવેલું રણમલ તળાવ પાણીથી લબાલબ બન્યું છે. તો બીજી તરફ રંગમતિ ડેમના દરવાજા ખોલવામાં આવતાં શહેરની ભાગોળેથી પસાર થતી રંગમતિ નદી પણ બે કાંઠે વહી રહી છે. જામનગર ઉપરાંત ધ્રોલ અને જોડિયા પંથકમાં પણ છેલ્લા 24 કલાક દરમ્યાન ધોધમાર વરસાદ વરસ્યો છે જેને કારણે અનેક ગામડાંઓ સંપર્ક વિહોણા બની ગયા હતા. જયારે કેટલાક ગામડાંઓમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. આજે સવારે 6 વાગ્યે પૂરા થયેલાં છેલ્લા 24 કલાક દરમ્યાન જામનગરમાં 269 મીમી એટલે કે 10.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે જોડિયામાં 91 મીમી (4 ઇંચ), ધ્રોલમાં 95 મીમી (4 ઇંચ), કાલાવડમાં 69 મીમી (2.5 ઇંચ) લાલપુર 46 મીમી (2 ઇંચ) જામજોધપુર 38 મીમી (1.5 ઇંચ) વરસાદ નોંધાયો છે. જો કે, ગત રાત્રિના 8 વાગ્યા બાદ જામનગર શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લેતાં તંત્રએ રાહતનો દમ લીધો છે. આ અગાઉ દિવસે વરસેલા સાંબેલાધાર વરસાદને પગલે જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટુકડીને પણ બોલાવી લેવામાં આવી હતી. જિલ્લાના તાલુકા મથકો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસેલા અનરાધાર વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. જિલ્લામાં સૌથી વધુ વરસાદ જામવથલીમાં 335 મીમી નોંધાયો હતો. આ ઉપરાંત મોટી બાણુંગારમાં 325 મીમી, , અલિયાબાડામાં 310 મીમી, મોટી ભલાસણમાં 270 મીમી, દરેડમાં 130 મીમી, જાલિયાદેવાણીમાં 115 મીમી, મોટા વડાળા 110મીમી, જામજોધપુર તાલુકાના સમાણમાં 141 મીમી, શેઠવડાળા 130 મીમી, ધ્રાફામાં 160 મીમી જયારે લાલપુરના પડાણામાં 110 મીમી વરસાદ નોંધાયો હતો.

હજુ તો ચોસામાનો પ્રારંભ થયો છે. ત્યાં જ જામનગર જિલ્લામાં મોસમનો સરેરાશ 54 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. જામનગર શહેરમાં તો મોસમનો 80 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. ભારે વરસાદને કારણે જિલ્લાના 4 જળાશયો ઓવરફલો થયા છે. જેમાં સપડા, રણજીતસાગર, રૂપારેલ અને વાગડીયા ડેમનો સમાવેશ થાય છે. દરમ્યાન ચંગા પાસે આવેલા રંગમતિ ડેમની જળસપાટી રૂલ લેવલે પહોંચી જતાં ગઇકાલે રાત્રે ડેમના બે દરવાજા ખોલીને પાણીનો જથ્થો છોડવામાં આવ્યો હતો. આ પાણી રંગમતિ નદીમાંથી પસાર થતું હોય જામનગર શહેરના નદી કાંઠાના વિસ્તારોના લોકોને સાવચેતી રાખવા તેમજ સલામત સ્થળે ખસી જવાની ચેતવણી તંત્ર દ્વારા આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular