ખંભાળિયા તાલુકાના પરોડિયા ગામે રહેતો પોતાના દેવીયા લગધીર સાખરા નામનો શખ્સ તેના મકાનમાં દારૂ બનાવીને વેચાણ કરતો હોવાની બાતમીના આધારે સલાયા મરીન પોલીસ મથકના ભરતસિંહ જાડેજા તથા સ્ટાફ દ્વારા આ સ્થળે દારૂ અંગે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી દેશી દારૂના જથ્થા સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. પરંતુ આરોપી દેવીયા સાખરા પોલીસને મળી આવ્યો ન હતો. આ કાર્યવાહી દરમ્યાન પરોડિયા ગામનો મયુર ભીખા ભાચકન નામનો શખસ પોલીસ પાસે ધસી આવ્યો હતો અને ‘તમે અહીં કેમ આવ્યા છો? તમારે અહીં દારૂ બાબતે આવું નહીં’- તેમ કહી, પોલીસ સાથે અયોગ્ય વર્તન કરવા લાગ્યો હતો.
આમ, પોલીસ સાથે ગેરવર્તન કરી નાસી છૂટેલા શખ્સ મયુર ભીખા ભાચકન સામે સલાયાના પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ જાડેજાની ફરિયાદ પરથી સલાયા મરીન પોલીસે ફરજમાં રુકાવટની કલમ 186 મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી કરી હતી.