જામનગર જિલ્લા હોમગાર્ડઝ શહેર યુનિટોમાં ફરજ બજાવતાં હોમગાર્ડઝ અધિકારીઓને જાહેર હિત તથા વહીવટીય સરળતા ખાતર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સુરેશભાઇ ભીંડીએ આંતરિક બદલીઓ કરી છે. જેમાં સિટી એ યુનિટમાં ફરજ બજાવતા જે.એલ.કણજારીયાને સિટી સી યુનિટમાં, સિટી બી યુનિટમાં ફરજ બજાવતાં વિજયસિંહ વાળાને સિટી સી યુનિટમાં, સિટી સી યુનિટમાં ફરજ બજાવતા હેમાંશુ પુરોહિતને સિટી બી યુનિટમાં તથા સિટી સી યુનિટમાં ફરજ બજાવતા રાજુભાઇ ઓઝાની સિટી એ ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે. ઉપરાંત ગાર્ડ અને આર્મરરની કામગીરી સંભાળતા અધિકારી કમલેશ ગઢીયા પાસેથી ચાર્જ લઈ તેમને ચાર્જ મુક્ત કરી સિટી બી યુનિટના અધિકારી કૈલાશભાઈ જેઠવાને આ ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેમ જામનગર હોમગાર્ડઝ જિલ્લા કમાન્ડન્ટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.