દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં ફરજ બજાવતા પાંચ પી.એસ.આઈ.ની સામૂહિક બદલીના ઓર્ડરો જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યા છે.
જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.એસ.આઈ. એસ.કે. બારડને કલ્યાણપુર તાલુકાના રાવલ આઉટપોસ્ટ ખાતે, તાલુકાના વાડીનાર મરીન પોલીસના મહિલા પી.એસ.આઈ. કે.એન. ઠાકરીયાને ખંભાળિયા પોલીસ મથકમાં, રાવલ આઉટ પોસ્ટના પી.એસ.આઈ. એ.બી. ગોઢાણિયાને ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં, જ્યારે ભાટિયા આઉટ પોસ્ટના એ.એસ.આઈ. પી.ડી. વાંદાને વાડીનાર મરીન પોલીસ મથકમાં તેમજ લીવ રિઝર્વમાં રહેલા સી.એચ. મકવાણાને કલ્યાણપુર તાલુકાના ભાટીયા આઉટ પોસ્ટમાં મુકવામાં આવ્યા છે.
આ ઉપરાંત ખંભાળિયાના પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયાને ખંભાળિયા ઉપરાંત મહિલા પોલીસ સ્ટેશનની પણ વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે બદલી પામેલા પી.એસ.આઈ. એસ.કે. બારડને મહિલા પોલીસ મથકની વધારાની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવતો હુકમ જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા કરવામાં આવ્યો છે.