Thursday, September 19, 2024
Homeરાષ્ટ્રીયસતત ત્રીજી વાર વ્યાજદર યથાવત્

સતત ત્રીજી વાર વ્યાજદર યથાવત્

- Advertisement -

આરબીઆઇની ત્રણ દિવસની એમપીસીની બેઠક 8 ઓગસ્ટથી શરૂ થઈ હતી જે આજે પુરી થઈ હતી. આરબીઆઇની નાણાકીય વર્ષ 2023-24ની આ ત્રીજી નીતિ સમિતિની બેઠક હતી. આ સાથે જ આરબીઆઇએ આજે પોતાની ક્રેડિટ પોલિસીની જાહેરાત કરતાં રેપો રેટ 6.5 ટકાએ યથાવત રાખ્યો છે. આરબીઆઇ ગવર્નર શશીકાન્ત દાસની અધ્યક્ષતાવાળી આ કમિટી દ્વારા સર્વાનુમતે રેપો રેટને યથાવત રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -

આરબીઆઇએ નાણાકીય વર્ષ 2023-24 માટે ફુગાવાના અનુમાનને 5.1% થી વધારીને 5.4% કર્યો છે. આ સિવાય નાણાકીય વર્ષ 2023-24માં વાસ્તવિક જીડીપી વૃદ્ધિનો અંદાજ 6.5% પર યથાવત રાખવામાં આવ્યો છે. GDP Q1 માં 8%, Q2 માં 6.5%, Q3 માં 6% અને Q4 માં 5.7% હોઈ શકે છે.

આરબીઆઇએ આ વર્ષે ફેબ્રુઆરી 2023થી રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી એટલે કે તેને 6.5 ટકા યથાવત રાખ્યો છે. એમપીસીની બેઠકમાં આ વખતે પણ પોલિસી રેટ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ એપ્રિલ અને જૂનમાં યોજાયેલી બેઠકમાં પણ તેમનામાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. આરબીઆઇએ ફુગાવાને નિયંત્રિત કરવા માટે ગયા વર્ષે મે 2022 થી 9 મહિનામાં એક પછી એક રેપો રેટમાં 250 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો અને પોલિસી રેટ 4 ટકાથી વધીને 6.5 ટકા થયો હતો. જો કે ફેબ્રુઆરી 2023થી તેને સ્થિર છે.

- Advertisement -

નાણાકીય નીતિ દર બે મહિને મળે છે. ગયા નાણાકીય વર્ષ-2022-23ની પ્રથમ બેઠક એપ્રિલ-2022માં યોજાઈ હતી. ત્યારબાદ આરબીઆઇએ રેપો રેટને 4% પર સ્થિર રાખ્યો હતો, પરંતુ આરબીઆઇએ 2 અને 3 મેના રોજ ઈમરજન્સી મીટિંગ બોલાવીને રેપો રેટ 0.40% થી વધારીને 4.40% કર્યો હતો.

રેપો રેટમાં આ ફેરફાર 22 મે 2020 પછી થયો છે. આ પછી 6 થી 8 જૂનના રોજ યોજાયેલી બેઠકમાં રેપો રેટમાં 0.50% નો વધારો કરવામાં આવ્યો હતો. આનાથી રેપો રેટ 4.40% થી વધીને 4.90% થયો. પછી ઓગસ્ટમાં તેમાં 0.50%નો વધારો કરીને તેને 5.40% કરવામાં આવ્યો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular