Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ઇન્ટર ડિસ્ટ્રીકટ અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

જામનગરમાં ઇન્ટર ડિસ્ટ્રીકટ અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

જામનગર ગ્રામ્ય-મોરબી વચ્ચે મેચ યોજાઇ

- Advertisement -

બીસીસીઆઇ દ્વારા આયોજિત ઇન્ટર ડિસ્ટ્રીકટ અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. જામનગરના ક્રિકેટ બંગલા ખાતે આ ટુર્નામેન્ટની જામનગર ગ્રામ્ય-મોરબી વચ્ચે મેચ યોજાઇ હતી.

- Advertisement -

જામનગરના અજિતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે બીસીસીઆઇ આયોજિત ઇન્ટર ડિસ્ટ્રીકટ અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રારંભ થઇ છે. જેમાં આજે જામનગર ગ્રામ્ય અને મોરબી વચ્ચે મેચ યોજાઇ હતી. જામનગર શહેર ભાજપ પૂર્વપ્રમુખ નિલેશભાઇ ઉદાણીના હસ્તે ટોસ ઉછાળી આ મેચનો પ્રારંભ થયો હતો. મેચના પ્રારંભે જામનગર ડિસ્ટ્રીકટર ક્રિકેટ એસોસિએશનના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ, વિનુભાઇ ધ્રુવ, ભરતસિંહ જાડેજા, ભરતભાઇ મથ્થર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. આ મેચમાં જામનગર ગ્રામ્યની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. આ ઉપરાંત જામનગર ડિસ્ટ્રીકટ અંડર-14ની ટીમનો મેચ રાજકોટ સામે સણોસરા ક્રિકેટ સ્ટેડીયમ ખાતે પણ શરુ થયો હતો. જેમાં જામનગર ડિસ્ટ્રીકટ ટીમના પ્રથમ બોલિંગ આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular