Wednesday, August 26, 2026
Homeરાજ્યજામનગરઆંતરરાજ્યમાંથી વસવાટ કરતાં લોકો સંદર્ભે પોલીસ દ્વારા સઘન ચેકિંગ- VIDEO

આંતરરાજ્યમાંથી વસવાટ કરતાં લોકો સંદર્ભે પોલીસ દ્વારા સઘન ચેકિંગ- VIDEO

મોહનનગર આવાસ, લાલવાડી અટલ આવાસ, કૌષનગર આવાસ અને સાધના કોલોની આવાસ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું : શંકાસ્પદ હિલચાલ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તેમજ બહાર થી આવીને વસવાટ કરતા લોકો અંગે જરૂરી માહિતી એકત્ર

જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બને તેમજ આવાસ વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ આવે તે માટે જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા સઘન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઈ વી.એમ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.આર.ગામેતી, પીએસઆઈ વી.આર.જોરીયા અને પીએસઆઇ એચ.વી. રોયેલા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ આવાસ વિસ્તારોમાં ફ્લેટ, પાર્કિંગ તેમજ કમ્પાઉન્ડનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

સિટી ‘એ’ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા મોહનનગર આવાસ, લાલવાડી આવાસ, કૌષનગર આવાસ, જૂનો લાલવાડી આવાસ અને સાધના કોલોની આવાસ સહિતના વિવિધ આવાસ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી શંકાસ્પદ હિલચાલ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, રોમિયોગીરી કરતા ઇસમો તેમજ બહાર થી આવીને વસવાટ કરતા લોકો અંગે જરૂરી માહિતી એકત્ર કરવામાં આવી હતી. આ ઉપરાંત સિટી-એ ડિવિઝન પોલીસ ચોપડે નોંધાયેલા લિસ્ટેડ બૂટલેગરોના રહેણાંક સ્થળોની પણ તપાસ કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરીનો મુખ્ય હેતુ આવાસ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, અસામાજિક તત્વો પર નજર રાખી શકાય અને સ્થાનિક રહેવાસીઓમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બને તેવો હતો.

- Advertisement -

સ્થાનિક લોકોને સાવચેત રહેવા પીઆઇની અપીલ
આ કામગીરી દરમ્યાન સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વી. એમ. ડોડીયા દ્વારા આવાસ વિસ્તારમાં રહેતી મહિલાઓ તેમજ સ્થાનિક રહેવાસીઓને ખાસ અપીલ કરવામાં આવી હતી કે, કોઈપણ પ્રકારની તકલીફ કે સમસ્યા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. આ ઉપરાંત વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર કે શંકાસ્પદ પ્રવૃત્તિ, રોમિયોગીરી, દારૂ-જુગાર સહિતની ગેરપ્રવૃત્તિઓ ધ્યાને આવે તો તેની જાણ પોલીસને કરવા અપીલ કરવામાં આવી હતી. સિટી ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા સ્થાનિક લોકોને વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો કે, પોલીસ હંમેશા તમારી સાથે છે અને તમારી સુરક્ષા માટે સતત કાર્યરત છે. સિટી ‘એ’ ડિવિઝન પોલીસની આ પ્રકારની સઘન ચેકિંગ કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. જ્યારે સ્થાનિક રહેવાસીઓમાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બની છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular