જામનગર શહેર અને જિલ્લામાં હાલ કોરોના સંક્રમણને અટકાવવા માટે રાત્રી કરફ્યુ ચાલી રહ્યો છે. આ કરફ્યુ દરમિયાન આજે રાત્રીના પોલીસ દ્વારા કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યના 36 શહેરોમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે રાત્રીના 8 થી સવારે 6 વાગ્યા સુધીનો કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. આ કરફ્યુની કડક અમલવારી માટે જામનગર શહેરના દરેક પ્રવેશદ્વાર ઉપર આજે જિલ્લા પોલીસવડા દીપન ભદ્રનની સૂચનાથી એએસપી નિતેશ પાંડેયના નેજા હેઠળ સાત રસ્તા સર્કલમાં પસાર થતા વાહનોનું કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થતા વાહનોનું સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું.