જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. જેને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે આજરોજ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા આજરોજ વડાપ્રધાનની આગમનની તૈયારીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
શહેરના વિવિધ માર્ગો પર પોલીસ દ્વારા નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરી હતી તેમજ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા પોલીસ કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.