જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદર્શન ગ્રાઉન્ડની સાથે રંગમતી નદીના પટ્ટમાં પણ મેળો યોજાનાર છે. છેલ્લાં બે વર્ષથી કોરોનાકાળને કારણે શ્રાવણી મેળા થઇ શકયા નતાં ત્યારે આ વર્ષે કોરોના સંક્રમણ ઘટતા સરકાર દ્વારા શ્રાવણી મેળાને મંજૂરી આપવામાં આવી છે.
જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ શ્રાવણી મેળો શરૂ થઇ ચુકયો છે. લોકોને શ્રાવણી મેળામાં કોઇ તકલીફ ન પડે અને રાઇડ, ખાણી પીણી વસ્તુઓ સહિતની બાબતોમાં તકેદારી અને સેફટી જળવાઇ રહે તે માટે મેયર બિનાબેન કોઠારી અને કમિશનર વિજય ખરાડી દ્વારા મેળાનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ તકે, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, પ્રાંત અધિકારી આસ્થા ડાંગર, સીટી ઇજનેર ભાવેશ જાની, ચિફ ફાયર ઓફિસર કે.કે.બિશ્ર્નોઇ, સોલિડ વેસ્ટ કંટ્રોલીંગ મુકેશ વરણવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.