ધ્રોલ ગામમાં ચામુંડા પ્લોટ વિસ્તારમાં પોલીસ ચોકી પાસે રહેતાં દેવીપુજક પરિવારના ચાર વર્ષના બાળક તળાવમાંથી બેશુદ્ધ હાલતમાં મળી આવતા ધ્રોલની હોસ્પિટલે ખસેડાતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, ધ્રોલ ગામમાં ચામુંડા પ્લોટ વિસ્તારમાં પોલીસ ચોકી પાસે રહેતાં લલીતાબેન મુન્નાભાઈ સોલંકી નામના મહિલાનો પુત્ર ક્રિષ્ના (ઉ.વ.04) નામનો બાળક ઘર પાસેથી લાપતા થઈ ગયો હતો અને પરિવારજનો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરાતા સ્મશન પાસે આવેલા તળાવમાંથી બેશુદ્ધ હાલતમાં મળી આવતા સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા પીએસઆઈ પી જી પનારા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.