Wednesday, March 26, 2025
Homeખબર સ્પેશીયલઆવતીકાલથી 8 ટીમો વચ્ચે Champions Trophy-2025 નો પ્રારંભ

આવતીકાલથી 8 ટીમો વચ્ચે Champions Trophy-2025 નો પ્રારંભ

ટુર્નામેન્ટના શેડ્યુલ અને ચેમ્પિયન્સ ટ્રોફીને લઇ દરેક માહિતી જાણો

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી – 2025 ની આવતીકાલથી શરૂઆત થવા જઈ રહી છે. હાઈબ્રિડ મોડલ પર યોજાનાર Champions Trophy-2025નો તા.19 ના પાકિસ્તાન અને ન્યુઝિલેન્ડની મેચ સાથે પ્રારંભ થશે. પાકિસ્તાનની સાથે ટુર્નામેન્ટ દુબઇ ખાતે યોજાશે. સુરક્ષા કારણોસર ભારત દ્વારા પાકિસ્તાનમાં રમવા જવાની ના પાડતા ભારતના મેચો દુબઇ (યુએઈ) ખાતે રમાશે. કુલ આઠ ટીમો વચ્ચે આ ટૂર્નામેન્ટ યોજાશે. જેમાં ભારતનો પ્રથમ મેચ તા.20 ના રોજ બાંગ્લાદેશ સામે રમાશે. આ સાથે ભારત તેના અભિયાનનો પ્રારંભ થશે. આ વખતે આઈસીસી દ્વારા પ્રાઈઝમનીમાં 53% જેટલો વધારો કરવામાં આવ્યો હતો. જેથી વિજેતા ટીમને 20 કરોડ રૂપિયાના ઈનામ મળશે. કુલ 59% કરોડ રૂપિયા આપવામાં આવશે. ભારતની ટીમ દુબઇ ખાતે પહોંચી ગઈ છે અને પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને આ વખતે અનેક ટોચના ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂકયા છે.

- Advertisement -

ICC Men’s Champions Trophy-2025 નો પાકિસ્તાનમાં આયોજન કરવામાં આવ્યું છે. જેનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. અગાઉ આઈસીસી નોકઆઉટ ટ્રોફી તરીકે ઓળખાતી આ ટૂર્નામેન્ટ હવે ચેમ્પિયન્સ ટ્રોફી તરીકે ઓળખાઈ છે. 1998 માં બાંગ્લાદેશ ખાતે પહેલી ચેમ્પિયન્સ ટ્રોફી યોજાઈ હતી. 2002 ની ટૂર્નામેન્ટ રોટેશન સિસ્ટમ હેઠળ આ ટૂર્નામેન્ટ યોજાઈ છે. અગાઉ આ ટૂર્નામેન્ટ મીની વર્લ્ડકપ તરીકે પણ ઓળખાતી. કારણ કે તેમાં વર્લ્ડકપ રમતી ટીમો ભાગ લેતી. પરંતુ સમય જતા હવે માત્ર ટોપ-8 ટીમો ભાગ લે છે. 10 ટીમોના પોઇન્ટટેબલમાં ટોચના 8 સ્થાનો પર કબ્જો જમાવનાર ટીમો આ ટૂર્નામેન્ટમાં ભાગ લે છે. 2002 થી આ ટૂર્નામેન્ટ રાઉન્ડ રોબીન ફોર્મેટમાં રમાઈ છે. ટૂંકાગાળામાં આ ટૂર્નામેન્ટ યોજાઈ છે. 2006 સુધી ચેમ્પિયન્સ ટ્રોફી દર બે વર્ષે યોજાતી હતી. આ ટૂર્નામેન્ટ 2008 માં યોજાવાની હતી. પરંતુ, સુરક્ષાના કારણોસર તેને 2009 માં દક્ષિણ આફ્રિકામાં ખસેડવામાં આવી હતી. ત્યારથી તે વર્લ્ડકપની જેમ દર ચાર વર્ષે યોજાઈ છે. 2013 અને 2017 પછી આ ટૂર્નામેન્ટ રદ્દ કરવાની માંગણી કરવામાં આવી હતી. જેના પરિણામે 2021 માં આ ટૂર્નામેન્ટ યોજાઇ ન હતી. જો કે ફરીથી 2025 માં તેની શરૂઅત કરવામાં આવી છે.

Champions Trophy – 2025-2017 પછી પ્રથમવાર રમાઈ રહી છે. વન-ડે ફોર્મેટમાં 8 શ્રેષ્ઠ ટીમો વચ્ચે આ ટૂર્નામેન્ટ રમાશે. વર્ષ 2017 માં પાકિસ્તાને ભારતને હરાવીને સૌપ્રથમવખત આ ટ્રોફી જીતી હતી. આમ પાકિસ્તાન ડીફેન્ડીંગ ચેમ્પિયન તરીકે ટૂર્નામેન્ટમાં ઉતરશે. 19 ફેબુ્રઆરીથી કરાચીના નેશનલ સ્ટેડિયમ ખાતેથી આ ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે. બે સેમિફાઈનલ મેચો અનુક્રમે 4 અને 5 માર્ચએ દુબઇ અને લાહોરમાં રમાશે જ્યારે ફાઈનલ મેચ તા.9 માર્ચના રોજ યોજાશે. પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી યોજાઈ રહી હોય, સુરક્ષાના કારણોસર ભારતે પાકિસ્તાનમાં રમવા જવાની ના પાડતા આ ટૂર્નામેન્ટ હાઈબ્રીડ મોડલ પર યોજાવા જઇ રહી છે. ઉલ્લેખનીય છે કે લાંબાસમયથી ભારત પાકિસ્તાનમાં કોઇપણ દ્વિપક્ષીય શ્રેણી કે આઈસીસી સહિતની મેજર ટૂર્નામેન્ટ રમવા ગયું નથી. અગાઉ એશિયા કપ પણ આ જ કારણોસર હાઈબ્રીડ મોડલમાં યોજાયો હતો. આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાન અને દુબઇ (સંયુકત આરબ અમીરાત – યુએઈ) માં રમાશે. ભારત તેની બધી મેચો દુબઇમાં રમશે આ ઉપરાંત જો ભારત સેમિફાઈનલમાં પહોંચશે તો એક સેમિફાઇનલ પણ દુબઇમાં રમાશે. તેમજ જો ભારત ફાઈનલમાં પહોંચી તો ફાઈનલ પણ દુબઇમાં જ રમાશે. અન્યથા ફાઈનલ પાકિસ્તાનમાં રમાશે.

- Advertisement -

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તનમાં કરાચી- લાહોર તથા રાવલપીંડીમાં મેચો રમાશે. પાકિસ્તાનમાં સ્ટેડિયમોના રિનોવેશનને લઇ ખુબ અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી. આઇસીસી દ્વારા સમયમર્યાદામાં સ્ટેડિયમો તૈયાર કરવાની પણ એક સમયે તાકીદ કરી દેવામાં આવી હતી. અન્યથા બીજે સમગ્ર ટૂર્નામેન્ટ ખસેડવી પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. ભારત હાઈબ્રીડ મોડલ મુજબ તેની તમામ મેચો દુબઇમાં રમશે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નું શેડયુઅલ

- Advertisement -

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં આઠ ટીમો વચ્ચે કુલ 15 મેચો રમાશે. તમામ ટીમોને 4-4ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપ એ માં સામેલ છે.

Group A – ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ

Group B – ઓસ્ટ્રેલીયા, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઋષભ પંત,હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા, વરૂણ ચક્રવર્તી

બાંગ્લાદેશ: નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), સૌમ્ય સરકાર, તન્ઝીદ હસન, તૌહીદ હ્રિદોય, મુશફિકુર રહીમ, MD મહમુદ ઉલ્લાહ, જેકર અલી અનિક, મેહિદી હસન મિરાઝ, રિશાદ હુસૈન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, પરવેઝ હુસૈન ઈમોન, નસુમ હસન અહેમદ, તન્ઝીદ હસન, નસુમ અહેમદ.

ન્યૂઝીલેન્ડ: મિશેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ટોમ લેથમ, ડેરિલ મિશેલ, વિલ ઓ’રોર્ક, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, નાથન સ્મિથ, કેન વિલિયમસન, વિલ યંગ, જેકબ ડફી.

પાકિસ્તાન: મોહમ્મદ રિઝવાન (કેપ્ટન), બાબર આઝમ, ફખર ઝમાન, કામરાન ગુલામ, સઈદ શકીલ, તૈયબ તાહિર, ફહીમ અશરફ, ખુશદિલ શાહ, સલમાન અલી આગા, ઉસ્માન ખાન, અબરાર અહેમદ, હરિસ રઉફ, મોહમ્મદ હસનૈન, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી

અફઘાનિસ્તાન: હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), ઇબ્રાહિમ ઝદરાન, રહેમાનુલ્લા ગુરબાઝ, સેદીકુલ્લાહ અટલ, રહેમત શાહ, ઇકરામ અલીખિલ, ગુલબદ્દીન નાયબ, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, નાંગ્યાલ ખરોતી, નૂર અહમદ, ફઝલહક ફારૂકી, ફરીદ મલિક, નાવેદ ઝદરાન. અનામત: દરવિશ રસૂલી, બિલાલ સામી

ઇંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, ટોમ બેન્ટન, હેરી બ્રુક, બ્રાયડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, જો રૂટ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ, માર્ક વુડ

ઓસ્ટ્રેલિયા: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), સીન એબોટ, એલેક્સ કેરી, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, જેક ફ્રેઝર-મેકગર્ક, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, સ્પેન્સર જોહ્ન્સન, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેથ્યુ શોર્ટ, એડમ ઝામ્પા. ટ્રાવેલિંગ રિઝર્વ: કૂપર કોનોલી.

દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી ઝોર્ઝી, માર્કો જેન્સેન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એઈડન માર્કરામ, ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, લુંગી એનગીડી, કાગીસો રબાડા, રેયાન રિકલ્ટન, તબ્રેઈઝ શમ્સી, ટ્રિસ્ટાન સ્ટબ્સ, રાસી વાન કોર્બીન, બોસ્સેન ડર

વિજેતા ટીમને 20 કરોડ રૂપિયા સહિત ટૂર્નામેન્ટમાં પ્રાઈઝમનીમાં 53%નો વધારો

આઈસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટેના ઈનામોની જાહેરાત કરી છે. આઠ ટીમો વચ્ચે રમાનારી આ ટૂર્નામેન્ટની વિજેતા ટીમને 2.24 મીલીયન અમેરિકન ડોલર એટલે કે 20 કરોડ રૂપિયા ઈનામ તરીકે અપાશે. વિજેતા ટીમની સાથે સાથે રનર્સઅપ ટીમ પણ માલામાર થશે. ફાઈનલમાં હારનાર એટલે કે રનર્સઅપ ટીમને 1.12 મીલીયન ડોલર એટલે કે લગભગ 9.72 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળશે. આ ટૂર્નામેન્ટની કુલ ઈનામી રકમ 2017 ની આવૃત્તિ કરતા 53% વધારીને 6.9 મીલીયન ડોલર એટલે કે 60 કરોડ રૂિ5યા કરવામાં આવી છે. સેમિફાઈનલમાં હારનાર ટીમને 5,60,000 ડોલરની ઈનામી રકમ મળશે. કોઇપણ ટીમ ગુ્રપ તબક્કામાં વિજય મેળવશે તો તેને 34000 ડોલર એટલે કે 30 લાખ રૂિ5યાની રકમ મળશે. ટૂર્નામેન્ટમાં પાંચમા અને છઠ્ઠા સ્થાને રહેનાર ટીમને 3,50,000 ડોલર એટલે કે લગભગ 3 કરોડ રૂપિયા મળશે. સાતમા તથા આઠમા ક્રમે રહેનારી ટીમોને 1,40,000 ડોલર એટલે કે લગભગ 1.02 કરોડ રૂપિયા મળશે. આ ઉપરાંત તમામ આઠ ટીમોને આઈસીસી ઈવેન્ટસમાં ભાગ લેવા બદલ 1,25,000 ડોલર લગભગ 1.08 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે.

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની વિવિધ આવૃત્તિમાં ભારત

ચેમ્પિયન્સ ટ્રોફીના વિજેતાઓ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટોપ પાંચ ટીમોનો દેખાવ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો રેકોર્ડ ખૂબ સારો રહ્યો છે. ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 29 મેચ રમ્યું છે. જે પૈકી 18 મેચમાં વિજય મેળવી ચૂકયું છે. જ્યારે માત્ર 8 મેચમાં જ હારનો સામનો કરવો પડયો છે. જ્યારે ત્રણ મેચો અનિર્ણિત રહી છે.

સંકલન : સૂચિત બારડ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular