ઇન્ડોનેશિયાના બાલીમાં ચાલી રહેલી જી-20 દેશોની સમિટમાં આજે ઇન્ડોનેશિયાના પ્રમુખ જોકો વીડોડોએ આગામી વર્ષ માટે વિધીવત રીતે જી-20ની અધ્યક્ષતા ભારતને સોંપી હતી. બાલી સમિટની કલોઝિંગ સેરેમનીમાં પ્રધાનમંત્રી મોદીને જી-20ની અધ્યક્ષતા સુપ્રત કરવામાં આવી હતી. સતાવાર રીતે ભારત પહેલી ડિસેમ્બરથી જી-20 સમિટનું અધ્યક્ષ બનશે.
3 દિવસ ચાલેલી આ સમિટમાં ખાદ્યાન સમસ્યા ઉપરાંત યુક્રેન રશિયા યુધ્ધ અંગે ચર્ચા વિચારણા અને ઠરાવ કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન પ્રધાનમંત્રી મોદી અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડન બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાન્સના એમેન્યોલ મેક્રોન સહિતના શકિતશાળી દેશોના નેતાઓને મળ્યા હતા.